જુઠ્ઠું પાકિસ્તાન, શીખ યુવતીના ભાઈએ કહ્યું-`બહેન હજુ ઘરે નથી આવી, કોઈ ધરપકડ થઈ નથી`
શીખ યુવતીનું અપહરણ કરીને તેને જબરદસ્તીથી મુસ્લિમ બનાવવાના મામલે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાન તરફથી પહેલા કહેવામાં આવ્યું હતું કે આ મામલે આઠ લોકોની ધરપકડ થઈ છે. આ સાથે જ યુવતીને તેના નનકાના સાહિબ સ્થિત ઘરે પણ મોકલી દેવાઈ છે.
નવી દિલ્હી: શીખ યુવતીનું અપહરણ કરીને તેને જબરદસ્તીથી મુસ્લિમ બનાવવાના મામલે પાકિસ્તાનના જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાન તરફથી પહેલા કહેવામાં આવ્યું હતું કે આ મામલે આઠ લોકોની ધરપકડ થઈ છે. આ સાથે જ યુવતીને તેના નનકાના સાહિબ સ્થિત ઘરે પણ મોકલી દેવાઈ છે.
પાકિસ્તાનમાં શીખ યુવતીના અપહરણ અને જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરાવવાના મામલે ચોંકાવનારો ખુલાસો
પરંતુ હવે શીખ યુવતીના ભાઈએ જાણકારી આપી કે તેમની બહેન ઘરે પાછી ફરી જ નથી અને આ મામલે કોઈ ધરપકડ પણ કરી નથી. તેમનું કહેવું છે કે આ બંને વાતો ખોટી છે. બહેન ક્યાં છે અને કઈ સ્થિતિમાં છે તે પણ ખબર નથી. યુવતીના ભાઈએ પીએમ ઈમરાન ખાન અને અન્ય લોકોને આ મામલે ધ્યાન આપવાની અને તેમને ન્યાય અપાવવાની અપીલ કરી છે.
ભારતના સખત દબાણ આગળ પાકિસ્તાન ઝૂક્યું, શીખ યુવતીના ધર્મ પરિવર્તન કેસમાં 8ની ધરપકડ
અત્રે જણાવવાનું કે આ અગાઉ આજે સવારે પાકિસ્તાન તરફથી એવા અહેવાલો હતાં કે આ મામલે આઠ લોકોની ધરપકડ કરાઈ છે. શીખ યુવતીને પણ તેના ઘરે પહોંચાડી દેવાઈ છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર શીખ યુવતીની ધરપકડ કરનારો આરોપી પાકિસ્તાની આતંકી છે. તે હાફિઝ સઈદના આતંકી સંગઠન જમાત ઉદ દાવાનો સભ્ય છે. આ આતંકીનું નામ મોહમ્મદ હસન કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ પાકિસ્તાન શીખ સમુદાય અને ભારતના આક્રોશનો સામનો કરી રહ્યું છે.
પાકિસ્તાન: બંદૂકની અણીએ શીખ યુવતીનું અપહરણ કરી ઈસ્લામ ધર્મ કબુલ કરાવ્યો
અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં હિન્દુ યુવતીઓના જબરદસ્તીથી ધર્મપરિવર્તનના અહેવાલો બાદ હવે શીખ યુવતીને પણ જબરદસ્તીથી ઈસ્લામ કબુલ કરાવવાનો મામલો સામે આવ્યો છે. એવું કહેવાઈ રહ્યું છે કે કેટલાક યુવકોએ શીખ યુવતીને બંદૂકની અણીએ ઉઠાવી જઈ તેને ઈસ્લામ કબુલ કરાવ્યો અને તેનો આખો વીડિયો પણ બનાવ્યો.
જુઓ LIVE TV
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...