પાકિસ્તાન: પૂર્વ PM નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝની ધરપકડ
પાકિસ્તાનની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી દ્વારા અવેનફીલ્ડ ગોટાળા મુદ્દે ખોટા ટ્રસ્ટડીડનો ઉપયોગ કરવા બદલ મરિયમ વિરુદ્ધ કાર્યવાહી કરી
લાહોર : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પુત્રી અને પીએમએલ-એન નેતા મરિયમ નવાઝની ગુરૂવારે લાહોર પોલીસ દ્વારા ધરપકડ કરી લેવાઇ હતી. મરિયમની ધરપકડ લાહોરની કોટ લખપત જેલની બહાર તે સમયે કરવામાં આવી જ્યારે તે પોતાનાં પિતા અને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને મળવા માટે જઇ રહી હતી. આ ધરપકડ ચૌધરી શુગર મિલ મુદ્દે નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો (એનએબી) સામે રજુ નહી થવા મુદ્દે કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મરિયમ નવાઝની વિરુદ્ધ 21 જુલાઇના રોજ એનએબીએ ફરીથી તપાસ ચાલુ કરી દીધી છે. પાકિસ્તાનની ભ્રષ્ટાચાર વિરોધી એજન્સી દ્વારા અવેનફીલ્ડ ભ્રષ્ટાચાર મુદ્દે ખોટા ટ્રસ્ટ ડીડનો ઉપયોગ કરવા મુદ્દે તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઇસ્લામાબાદકોર્ટ દ્વારા ફગાવી દેવાયા બાદ આ તપાસ ચાલુ કરવામાં આવી છે. નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો (એનએબી)એ મેસર્સ ચૌધરી સુગર મિલ્સ લિમિટેડ માલિકી મુદ્દે મરિયમ નવાઝ, તેના પિતા, પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ)નાં અધ્યક્ષ અહેબાઝ શરી, તેના કાકાના દિકરો હમઝા શહેબાજ અને યુસુફ અબ્બાસ તથા તેની વિરુદ્થ તપાસ ચાલુ કરવામાં આવી છે.
અખબાર ડોનનાં 20 જુલાઇનાં અહેવાલ અનુસાર એનએબીને કથિત રીતે શરીફ પરિવાર દ્વારા લાખો રૂપિયા (પાકિસ્તાની ચલણ) નાં ટેલિગ્રાફિક હસ્તાતંરણની માહિતી મળી છે. જેના અંતિમ ખાતામાં પૈસા જમા થયા છે મરિયમ નવાઝ અને ચૌધરી શુગર મિલ્સનાં માલિક છે. સુત્રોનાં અનુસાર બ્યૂરો મરિયમને બોલાવવાનાં બદલે તેમને એક પ્રશ્નાવલી મોકલી શકે છે. સુત્રો અનુસાર આવકથી વધારે નાણા મુદ્દે શહેબાઝ શરીફ અને તેના પુત્રોની વિરુદ્ધ તપાસ દરમિયાન ચૌધરી શુગર મિલ્સનાં માલિકોની વિરુદ્ધ નાણાસંશોધનનાં પુરાવા પણ મળ્યા છે.