ઇસ્લામાબાદ : સમગ્ર વિશ્વનાં દેશોની આર્થિક સ્થિતી પર નજર રાખનારી એજન્સી મૂડીઝ ક્રેડિટ રેટિંગે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા મુદ્દે ચેતવણી ઇશ્યું કરી છે. મૂડીઝે કહ્યું કે, આગામી દિવસોમાં પાકિસ્તાનને ગંભીર આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે. પાકિસ્તાનનાં વિદેશી દેવા પર વધતી નિર્ભરતા અને સતત દેવાની ચુકવણીની ઘટતી ક્ષમતાના કારણે તેની સામે ફાઇનાન્સ કરાવવાનો પડકાર પેદા થઇ શકે છે. મૂડીઝ એજન્સીએ પાકિસ્તાનને તે દેશોની યાદીમાં સમાવેશ કર્યો જેનું દેવુ ચુકવવાની ક્ષમતા સતત ઘટતી જઇ રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીમદ્ ભગવત ગીતાથી પ્રેરિત છે સંવિધાન, મુળ કોપીમાં રામ,કૃષ્ણની તસવીરો: રવિશંકર પ્રસાદ
મૂડીઝે અમેરિકા-ચીનની વચ્ચે ચાલી રહેલા ટ્રેડવોર, વિશ્વમાં રાજનીતિક સંકટ તથા અન્ય પડકારજનક સ્થિતી વચ્ચે દેશોની આર્થિક સ્થિરતા મુદ્દે રેટિંગ ઇશ્યું કર્યા છે. મૂડીઝના અનુસાર સૌથી વધારે જોખમ એશિયા પ્રશાંત, મધ્ય-પૂર્વ, ઉત્તરી આફ્રિકા અને લેટિન અમેરિકામાં છે. મૂડીઝના અનુસાર વિદેશી દેવા પર વધતી નિર્ભરતા અને નબળા વિદેશી મુદ્રા ભંડારના કારણે પાકિસ્તાન સહિત અનેક દેશોનું રેટિંગ ખુબ જ ખબાર છે. જમૈકા (બી-2 પોઝિટિવ), સેંટ વિંસેંટ અને ગ્રેનાઇડાન્સ (એસબીજી, બી-3) ટ્યૂનીશિયા (બી-2 નેગેટિવ), ઇજીપ્ત (બી-2 સ્ટેબલ), ઘાના (બી-2 સ્ટેબલ) અંગોલા (બી-2, સ્ટેબલ) પાકિસ્તાન (બી-3, નેગેટિવ) અને શ્રીલંકા (બી-2 સ્ટેબલ) ને ખરાબ રેટિંગ મળ્યા છે. શ્રીલંકા, પાકિસ્તાન, ઇજીપ્ત, અંગોલા અને ઘાનાનું મહેલુસ ખુબ જ ઓછું છે જ્યારે તેમનું દેવું ખુબ જ વધારે છે. જ્યારે પાકિસ્તાનનું રેટિંગ બી-3 નેગેટિવ છે જે ખુબ જ ચિંતાજનક છે.


શારદા ચિટફંડ કેસ: કોલકાતાના પૂર્વ કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચી CBI ટીમ
ભારતમાં દર મિનિટે થાય છે સેંકડો સાઇબર એટેક, વર્ષે અધધધ આટલા કરોડનો ચુનો લાગે છે!
પાકિસ્તાનને થોડા મહિના પહેલા આંતરરાષ્ટ્રીય સંસ્થા આઇએમએફથી 6 અબજ ડોલરનાં બેલઆઉટ પેકેજ માટે મંજુરી મળી હતી. જો કે ગત્ત ઘણા વર્ષોથી પાકિસ્તાનનો કરન્ટ એકાઉન્ટ નુકસાન (આયાત વધારે, નિકાસ ઓછો) સતત વધતો જઇ રહ્યો છે. આઇએમએફએ પણ પાકિસ્તાન સામે કરન્ટ એકાઉન્ટનું નુકસાન ઘટાડવાનું લક્ષ્ય રાખ્યું છે.


ઇમરાન ખાને PoK ના નાગરિકોને ભડકાવ્યા: બંદુક ઉઠાવવાનો સમય આવી ચુક્યો છે
પાકિસ્તાને પોતાનાં મહેસુલનો મોટો હિસ્સો દેવાના હપ્તા તરીકે જ ખર્ચ કરી દે છે. આઇએમએફ ઉપરાંત, પાકિસ્તાને પોતાનાં મિત્ર દેશ ચીન અને સઉદી અરબ પાસેથી લોન લીધેલી છે.પાકિસ્તાનનું કુલ વિદેશી દેવું 90 અબજ ડોલરનું છે. આઇએમએફથી આ વર્ષે પાકિસ્તાનને 2 અબજ ડોલરની રકમ મળશે જે 2 અબજ ડોલરની રકમ મળશે તો દેવાને જોતા ખુબ જ મામુલી છે. આઇએમએફ અનુસાર પાકિસ્તાનનું દેવું વર્તમાનમાં જીડીપીનાં 70 ટકા પહોંચી ચુક્યું છે જે 2008માં જીડીપીનાં 60 ટકા હતું. પાકિસ્તાન આઇએમએફથી 21 વખત ઉધાર લઇ ચુક્યું છે અને લગભગ દરેક સરકાર વિદેશી મુદ્રા ભંડાર જાળવી રાખવા આઇએમએફ બેલઆઉટ પેકેજની મદદ લેતી રહે છે જેથી ચુકવણી સંકટને ટાળવામાં આવી શકે છે. પાકિસ્તાને ગત્ત 6 આર્થિક વર્ષોમાં આશરે 26 અબજ ડોલરનું દેવું લીધું હતું જેમાં 7.32 અબજ ડોલરનું દેવું લીધું છે જેમાં 7.32 અબજના વ્યાજનો સમાવેશ થાય છે.


રડતા રડતા બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી યાદવનાં ઘરેથી નિકળ્યાં એશ્વર્યા
આઇએમએફે પણ પાકિસ્તાનની આર્થિક સ્થિતી મુદ્દે હાલમાં જ ચેતવણી આપી હતી કે પાકિસ્તાનનાં 27 અબજ ડોલરના દેવાનાં સમયમાં બે વર્ષોની અંદર પુર્ણ થવાની છે. આ દેવાને ચુકવવામાં તેમની અર્થવ્યવસ્થા ડગમગી શકે છે. ગુરૂવારે પાકિસ્તાનની સંસદને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ પણ સ્વિકાર કર્યો કે દેશ સૌથી આકરી આર્થિક સમયમાંથી પસાર થઇ રહ્યું છે. પાકિસ્તાનની આ સ્થિતી માટે તેમણે પૂર્વવર્તી સરકારનાં ભ્રષ્ટાચારને જવાબદાર ઠેરવ્યા.