રાયપુર: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી દેવાયા બાદ રાજ્યમાં સરકાર તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધો ધીરે ધીરે પાછા ખેંચવામાં આવી રહ્યાં છે. જમ્મુના પાંચ જિલ્લાઓમાં મોબાઈલ સેવા પણ ચાલુ કરાઈ છે. કલમ 370 હટાવાયા બાદ ધીરે ધીરે  બધુ સામાન્ય થઈ રહ્યું છે પરંતુ પાકિસ્તાન અને પાકિસ્તાની મીડિયાના નાપાક હરકતો ખતમ થવાનું નામ લેતી નથી. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક પાકિસ્તાની ચેનલ દંતેવાડામાં થયેલા નક્સલી એટેકના વીડિયોને જમ્મુ કાશ્મીરનો ગણાવીને જૂઠ્ઠાણું ફેલાવી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO: ભારત સાથે સખત તણાવ વચ્ચે પાકિસ્તાને બેલિસ્ટિક મિસાઈલ ગઝનવીનું પરિક્ષણ કર્યું


દંતેવાડાના ફાઈલ ફૂટેજને કાશ્મીરનો બતાવી રહ્યું છે પાકિસ્તાની મીડિયા
મળતી માહિતી મુજબ પાકિસ્તાનની એક ટીવી ચેનલે દંતેવાડાના ફાઈલ ફૂટેજને શેર કરીને તેને જમ્મુ કાશ્મીરમાં ડ્યૂટી કરી રહેલા CRPF જવાનો સંબંધિત ગણાવ્યો છે. અત્રે જણાવવાનું કે કાશ્મીરને લઈને જૂઠ્ઠાણા ફેલાવવામાં લાગેલા પાકિસ્તાની મીડિયાના એક એન્કર હવે આ વીડિયો દ્વારા એવું જણાવવાની કોશિશ કરી રહ્યાં છે કે કાશ્મીરમાં ફિદાયીન હુમલો થયો છે, જેમાં આ જવાનો માર્યા ગયા છે અને ભારત આ વાત છૂપાવી રહ્યું છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...