VIDEO: ભારત સાથે સખત તણાવ વચ્ચે પાકિસ્તાને બેલિસ્ટિક મિસાઈલ ગઝનવીનું પરિક્ષણ કર્યું

કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિસ્ફોટક સ્થિતિ છે. આ તણાવ વચ્ચે પાકિસ્તાને આજે પોતાની બેલિસ્ટિક મિસાઈલ ગઝનવીનું આજે સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું.

VIDEO: ભારત સાથે સખત તણાવ વચ્ચે પાકિસ્તાને બેલિસ્ટિક મિસાઈલ ગઝનવીનું પરિક્ષણ કર્યું

નવી દિલ્હી: કાશ્મીરમાં કલમ 370 હટાવાયા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વિસ્ફોટક સ્થિતિ છે. આ તણાવ વચ્ચે પાકિસ્તાને આજે પોતાની બેલિસ્ટિક મિસાઈલ ગઝનવીનું આજે સફળતાપૂર્વક પરિક્ષણ કર્યું. આ માટે પાકિસ્તાને કાયદેસર રીતે બુધવારે એક નોટમ પણ બહાર પાડ્યું હતું. જમીનથી જમીન પર 290થી 320 કિમી સુધી માર કરવાની ક્ષમતા ઝરાવતી ગઝનવી મિસાઈલ 700 કિગ્રા વિસ્ફોટકો લઈ જવા માટે સક્ષમ છે. આ પરિક્ષણ માટે પાકિસ્તાને પોતાનો કરાચી એરસ્પેસ બંધ કર્યો હતો.

— DG ISPR (@OfficialDGISPR) August 29, 2019

પાકિસ્તાને બુધવારે એક નોટમ (નોટિસ ટુ એરમેન) અને નેવીને ચેતવણી જાહેર કરી હતી. જે હેઠળ તેણે કરાચીની નજીક સોનમિયાણી ટેસ્ટ રેન્જથી એક મિસાઈલ પરિક્ષણ કર્યું. ગઝનવી બેલિસ્ટિક મિસાઈલની મારક ક્ષમતા 300 કિમી છે. 

જુઓ LIVE TV

મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું હતું કે મિસાઈલને બલુચિસ્તાનમાં સોનમિયાણી ઉડાણ પરિક્ષણ રેન્જમાં કમાન્ડ પોસ્ટ (59) અને સાઈટ 888થી લોન્ચ કરાશે અને તેના પર રાષ્ટ્રીય વિકાસ પરિસર (એનડીસી) ગ્રાઉન્ડ સ્ટેશનથી સિંધમાં નૂરિબદ અને ગોથ પિયારો પર નજર રખાશે. જે રેન્જથી 220 કિમીના અંતરે સ્થિત છે. NDC પાકિસ્તાનના મિસાઈલ ડેવલપરનું મુખ્યાલય ફતેહગંજ, પંજાબ (પાકિસ્તાન)માં છે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news