નવી દિલ્હી: અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના 22 સાંસદોએ અમરિકી સેનેટમાં એક બિલ રજુ કર્યું છે. જેને લઈને પાકિસ્તાનમાં ખુબ હોબાળો મચ્યો છે. આ બિલમાં અફઘાનિસ્તાનમાં સરકાર બનાવી ચૂકેલા તાલિબાન અને તેના સહયોગી દેશો પર પ્રતિબંધ લગાવવાની માગણી કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બિલનું નામ અફઘાનિસ્તાન કાઉન્ટર ટેરરિઝમ, ઓવરસાઈડ એન્ડ એકાઉન્ટિબ્લિટી એક્ટ છે. આ પ્રસ્તાવિત બિલમાં એવી પણ માગણી કરવામાં આવી છે કે કોઈ પણ દેશની સરકાર જો તાલિબાનને મદદ કરતી હોય કે તેને સમર્થન આપતી હોય તો અમેરિકા તે સરકારને રિવ્યૂ કરીને તેના પર સંભવિત પ્રતિબંધ પણ લગાવે. આ બિલની એક જોગવાઈમાં તાલિબાન માટે સમર્થન પ્રદાન કરનારી સંસ્થાઓમાં પાકિસ્તાનનનું નામ સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. આ બિલને લઈને પાકિસ્તાની સાંસદોએ પણ રોષ વ્યક્ત કર્યો છે. 


પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી શીરીન મજારીનું કહેવું છે કે અમેરિકાનો સાથે આપવાના કારણે પાકિસ્તાને મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. તેમણે કહ્યું કે અમેરિકાના આતંકવાદ વિરુદ્ધ યુદ્ધમાં સહયોગી બનીને સાથ આપવા છતાં પાકિસ્તાને હવે તેની સજા ભોગવવી પડશે. મજારીએ એક પછી એક ટ્વીટ કરીને આ વાત કરી. 


શીરીને કહ્યું કે અફઘાનિસ્તાનમાં અમેરિકા અને તેના સહયોગીઓની નિષ્ફળતા માટે પાકિસ્તાનને બલીનો બકરો બનાવવામાં આવી રહ્યું છે. તેમણે પોતાની ટ્વીટમાં લખ્યું કે તો એકવાર ફરીથી પાકિસ્તાને અમેરિકાનો સાથ આપવાના કારમે મોટી કિંમત ચૂકવવી પડશે કારણ કે અશરફ ગનીએ અફઘાનિસ્તાન છોડતા અને અમરિકાની અફઘાનિસ્તાનમાં વાપસી બાદ અમેરિકાની સેનેટમાં એક બિલ રજુ કરવામાં આવ્યું છે. જેમાં તાલિબાન પર પ્રતિબંધ લગાવવાની વાત કરી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube