પાકિસ્તાની ન્યૂઝ ચેનલ DAWN થઈ હેક, હેકરે લગાવ્યો ભારતનો ઝંડો
જાહેરાત દરમિયાન હેકરે ભારતનો ધ્વજ લગાવ્યો, જેમાં સંદેશ લખ્યોવ હતો Happy Independence Day. આ સંદેશ ચેનલ પર બપોરે 3.30 કલાક આસપાસ દેખાડવામાં આવ્યો હતો.
નવી દિલ્હીઃ પાકિસ્તાનની ટીવી ન્યૂઝ ચેનલ DAWNને કથિત રીતે હેક કરવાનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવ્યું કે, પ્રસારણ દરમિયાન એક જાહેરાત ચાલી રહી, તે સમયે હેકિંગ થયું છે. આ ઘણા ટ્વીટર યૂઝરો દ્વારા જોવામાં આવ્યું હતું.
જાહેરાત દરમિયાન હેકરે ભારતનો ઝંડો લગાવ્યો, જેમાં સંદેશ લખ્યો હતો Happy Independence Day. આ ચેનલ પર લગભગ બપોરે 3.30 કલાકે દેખાડવામાં આવ્યું હતું. પરંતુ તે પુષ્ટિ થઈ નથી કે સંદેશ કેટલા સમય સુધી દેખાડવામાં આવ્યો હતો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube