ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની સંસદીપ પેનલ જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવના મોતની સજાની સમીક્ષા કરવા ઈચ્છે છે. નેશનલ એસેમ્બલીની કાયદા અને ન્યાય મામલાની સ્થાયી સમિતિએ જાધવને ફાંસી આપવાના ચુકાદાની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. સમિતિના 8 સભ્યોએ આ ચુકાદાની સમીક્ષા કરવાનું સમર્થન કર્યું. માનવામાં આવી રહ્યું છે કે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ડરથી પાકિસ્તાની સમિતિએ આ નિર્ણય કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનની સૈન્ય અદાલતે કુલભૂષણ જાધવને મોતની સજા સંભળાવી હતી. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે પાકિસ્તાનને આ ચુકાદાની સમીક્ષા કરવા માટે કહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાની સમિતિએ આ દબાવમાં ચુકાદાની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે. ભારતે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં આ સંબંધમાં દરવાજો ખખડાવ્યો હતો. જો પાકિસ્તાની પેનલ આ ચુકાદાની સમીક્ષા કરે છે તો બંન્ને દેશો વચ્ચે સંબંધોને સુધારવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ સાબિત થઈ શકે છે. 


મહત્વનું છે કે પાકિસ્તાની જેલમાં કેદ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવનો કેસ લડવાથી પાકિસ્તાની વકીલોએ સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આ વકીલોને ઇસ્લામાબાદ હાઈકોર્ટે જાધવ તરફથી કેસ લડવા માટે પસંદ કર્યા હતા. પાકિસ્તાની સરકાર પહેલા જ તેમના તરફથી દલીલો કરવા માટે ભારતીય વકીલોને સામેલ કરવાની મનાઇ કરી ચુકી છે. 


મોટો આંચકો, આ દેશમાં  Covid-19 ની રસીના પરીક્ષણ દરમિયાન Volunteer નું મોત થતા હડકંપ


વકીલોનો કેસ લડવાથી ઇનકાર
ઇસ્લામાબાદ હાઈકોર્ટે પાકિસ્તાનના બે સૌથી વરિષ્ઠ વકીલો આબિદ હસન મિન્ટો અને મખદૂમ અલી ખાનની સહાયતા માગી હતી. બંન્નેએ ખેદ વ્યક્ત કરતા કુલભૂષણ જાધવ તરફથી કોર્ટમાં રજૂ થવાનો ઇનકાર કરી દીધો છે.  તેમણે હાઈકોર્ટના રજિસ્ટ્રાર કાર્યાલયમાં પોતાના ચુકાદા વિશે માહિતી આપી છે. આબિદ હસન મિન્ટોએ કહ્યુ કે, તેઓ સેવાનિવૃત થઈ ગયા છે અને હવે વકાલત કરશે નહીં. તો મખદૂમ અલી ખાને પોતાની વ્યસ્તતાનો હવાલો આપ્યો છે. 


ક્વીન્સ કાઉન્સલર આપવાથી પાકનો ઇનકાર
પાકિસ્તાને કુલભૂષણ જાધવના મામલામાં કોઈ ભારતીય વકીલ કે ક્વીન્સ કાઉન્સલ નિયુક્ત કરવાની ભારતની માગ પહેલા જ નકારી દીધી હતી. પાકિસ્તાને કહ્યું હતું કે, અમે ભારતને જાણ કરી છે કે માત્ર તે વકીલોને પાકિસ્તાની કોર્ટમાં હાજર રહેવાની મંજૂરી છે જેની પાસે પાકિસ્તાનમાં વકાલત કરવાનું લાયસન્સ છે. આ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર ન કરી શકાય. ક્વીન્સ કાઉન્સલ એક એવો બેરિસ્ટર કે વકીલ હોય છે, જેને લોર્ડ ચાન્સલરની ભલામણ પર બ્રિટિશ મહારાણી માટે નિયુક્ત કરવામાં આવે છે. 


ICJના નિર્દેશ પર પાકિસ્તાન લાવ્યું અધ્યાદેશ
આ પહેલા પાકિસ્તાનની સંસદે તે અધ્યાદેશને ચાર મહિના માટે વિસ્તાર આપી દીધો જે હેઠળ જાધવને હાઈકોર્ટમાં અપીલ કરવાની તક મળી છે. ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના આદેશ પર પાકિસ્તાન આ અધ્યાદેશ લાવ્યું હતું. જાધવ સુધી રાજદ્વારી પહોંચ આપવાની ના પાડ્યા બાદ ભારતે 2017મા પાકિસ્તાન વિરુદ્ધ આઈસીજેમાં પહોંચ્યું હતું અને એક સૈન્ય અદાલત દ્વારા તેને જાસૂસી અને આતંકવાદના આરોપમાં એપ્રિલ 2017મા સંભળાવવામાં આવેલી મોતની સજાને પડકારી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube