ઇસ્લામાબાદ : પાકિસ્તાનના કરાંચીમાં 22 મેના રોજ થયેલા પ્લેન ક્રેશનાં તપા રિપોર્ટને બુધવારે સંસદમાં રજુ કરવામાં આવ્યું. રિપોર્ટ રજુ કરતા એવિએશન મિનિસ્ટર ગુલામ સરવર ખાને કહ્યું કે, એરક્રાફ્ટમાં કોઇ ટેક્નિકલ ફોલ્ટ નહોતો. ક્રેશ માટે પાયલોટ, કેબિન ક્રૂ અને એટીસી જવાબદાર છે. ક્રેશ પહેલા પાયલોટ્ કોરોના વાયર અંગે ચર્ચા કરી રહ્યા હતા. તેનું રેકોર્ડિંગ અમારી પાસે છે. કરાંચી પ્લેન ક્રેશમાં 8 કેબિન ક્રૂ સહિત 97 લોકો મરાયા હતા. 2 લોકો બચી ગયા હતા. સરવરે પાકિસ્તાન એરલાઇન્સ (PIA) અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે, આપણી સરકારી એરલાઇન્સમાં 40 % પાયલોટ પાસે નકલી લાયસન્સ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુબઇમાં લૂંટના ઇરાદે હાઇપ્રોફાઇલ ગુજરાતી દંપત્તીની હત્યા, પાકિસ્તાની હત્યારો ઝબ્બે

ઓવર કોન્ફિડેન્ટ હતા પાયલોટ્સ
સરવરે કહ્યું કે, પોઇલોટ ઓવર કોન્ફિનેડન્ટ હતા. તેમણે એરક્રાફ્ટ પર ધ્યાન ન આપ્યું. એટીસીએ તેમને પ્લેનની ઉંચાઇ વધારવા માટે પણ જણાવ્યું હતું. જવાબમાં એક પાયલોટે કહ્યું કે, તેઓ બધુ સંભાળી લેશે. સમગ્ર ફ્લાઇ દરમિયાન બંન્ને પાયલોટ કોરોના વાયરસથી પરિવારને બચાવવા અંગેની વાતો કરી રહ્યા હતા. 


અમેરિકામાં હેટ ક્રાઇમ: ભારતીય શીખના રેસ્ટોરન્ટમાં તોડફોડ, દિવાલો પર ભડકાઉ નારા, ભગવાનની મુર્તિઓ તોડી

પ્લેન 3 વખત રનવેને સ્પર્શી ચુક્યું હતું
તપાસનાં શરૂઆતી અહેવાલમાં કહ્યું કે, દુર્ઘટના માટે જે પણ જવાબદાર છે, તેમને છોડવામાં નહી આવે. પાયલોટ્સે ત્રણ વખત લેન્ડિંગ ગિયર ખોલ્યા વગર ઉતરવાનો પ્રયા કર્યો. તેના કારણે પ્લેનનું એન્જિન ખરાબ થઇ ગયું. ત્યાર બાદ એરક્રાફ્ટ ક્રેશ થઇ ગયું. અમારી પાસે પાયલોટ્સ અને એટીસીની વાતચીતનો સંપુર્ણ રેકોર્ડ છે. જે મે પોતે સાંભળ્યો છે. 


ગલવાન ઘાટીમાં સંઘર્ષ માટે ભારત સંપૂર્ણ રીતે જવાબદારઃ ચીની રક્ષા મંત્રાલય

પાયલોટની ભરતીમાં રાજકીય દખલ
સરવરે પીઆઇએ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું કે, અમારી સરકારી એરલાઇન્સમાં 40 ટકા પાયલોટ્સ એવા છે જે ન માત્ર નકલી લાયસન્સ ધરાવે છે પરંતુ તેઓ પ્લેન પણ ઉડાવી રહ્યા છે. તેમની ભરતીમાં રાજકીય હસ્તક્ષેપ મોટા પ્રમાણમાં થાય છે. 4 પાયલોટ્સની તો અભ્યાની ડિગ્રી પણ નકલી સાબિત થઇ છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube