રાષ્ટ્રપતિ પછી હવે ઈમરાન ખાનની ભારતને ધમકી, `યુદ્ધ થયું તો દુનિયા જવાબદાર રહેશે`
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરાયા પછી પાકિસ્તાનના તંત્રમાં ખળભળાટ મચેલો છે, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રને કરેલા સંબોધનમાં ધમકી અપાયા પછી હવે વડાપ્રધાન પણ એ જ ભાષા બોલી રહ્યા છે
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 દૂર કરાયા પછી પાકિસ્તાનના તંત્રમાં ખળભળાટ મચેલો છે, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રને કરેલા સંબોધનમાં ધમકી અપાયા પછી હવે વડાપ્રધાન પણ એ જ ભાષા બોલી રહ્યા છે. ઈમરાન ખાને જણાવ્યું છે કે, જો યુદ્ધ થયું તો તેના માટે દુનિયા જવાબદાર હશે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાને જણાવ્યું કે, ભારત હવે કાશ્મીર સુધી જ અટકશે નહી. પીઓકેમાં પણ આગળ વધશે. ઈમરાને દબાયેલા સ્વરમાં બાલાકોટ હવાઈ હુમલાનો પણ સ્વીકાર કર્યો હતો.
કરાચીના મીકાના શોમાં હાજર હતા ISIના અધિકારી અને દાઉદના સંબંધિઓઃ ગુપ્તચર સુત્રો
ઈમરાને જણાવ્યું કે, "ભારતે બાલાકોટ કરતાં પણ વધુ ખતરનાક પ્લાન બનાવ્યો છે. બાલાકોટ કરતાં પણ મોટી કાર્યવાહી ભારત પીઓકેમાં કરશે. જો યુદ્ધ થયું તો તેની જવાબદારી દુનિયાની રહેશે. અમે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું."
ધૂંધવાયેલા પાકિસ્તાનના રાષ્ટ્રપતિના અવળા બોલઃ 'હવે ભારત સામે જેહાદ થઈ શકે છે'
આ અગાઉ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલ્વીએ પણ ખુલ્લી ધમકી આપતા કહ્યું હતું કે, ભારતે શિમલા કરાર તોડ્યો છે. હવે તેની સામે જેહાદ થઈ શકે છે. આ સાથે જ તેમણે કહ્યું કે, પાકિસ્તાન કાશ્મીરીઓને મદદ કરવાનું ચાલુ રાખશે. અમે ભારતના નિર્ણય સામે સંયુક્ત રાષ્ટ્રમાં અપીલ કરીશું.
જુઓ LIVE TV....