Pakistan: ઇમરાન ખાને આપ્યો PM મોદીના પત્રનો જવાબ, શાંતિની વાત અને કાશ્મીરનો ઉલ્લેખ
અમને વિશ્વાસ છે કે દક્ષિણ એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે ભારત અને પાકિસ્તાન બધા મુદ્દા ઉકેલી લેશે, ખાસ કરી જમ્મુ-કાશ્મીર વિવાદ. સકારાત્મક અને સમાધાન લાયક વાતચીત માટે અનુકૂળ માહોલ બનવો જરૂરી છે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાન નેશનલ ડે (Pakistan National Day) પર ભારતના પ્રધાનમંત્રી મોદીએ (PM Modi) પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનને પત્ર લખી શુભેચ્છા આપી હતી, જેનો જવાબ ઇમરાન ખાને આપ્યો છે. એક પત્ર લખી ઇમરાને ભારત સહિત બધા દેશો સાથે શાંતિની વાત કરી છે અને સાથે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. આ સિવાય ઇમરાને કોરોના સામે જંગ માટે ભારતના લોકોને શુભેચ્છા આપી છે.
'પાકિસ્તાન દિવસ પર શુભેચ્છા માટે તમારો આભાર. પાકિસ્તાનના લોકો આ દિવસે રાષ્ટ્ર-નિર્માતાઓની દૂરદ્રષ્ટિ અને વિવેકને શ્રદ્ધાંજલિ આપી મનાવે છે, જેણે એક સ્વતંત્ર અને સંપ્રભુ દેશનું સપનું જોયુ હતું જ્યાં તે આઝાદીમાં રહેતા પોતાની ક્ષમતાને સમજતા હતા. પાકિસ્તાનના લોકો ભારત સહિત પાડોશી દેશોની સાથે શાંતિ અને સહયોગ ઈચ્છે છે.'
હું આ તકે ભારતના લોકોને કોવિડ-19 સામે લડવાની લડાઈ માટે શુભેચ્છા આપુ છું.
મહત્વનું છે કે પીએમ મોદીએ શુભકામનાઓની સાથે આતંકવાદના મુદ્દા પર ચેવતણી આપી હતી. તેમણે શુભકામના આપતા કહ્યુ હતુ કે, ભારત પાકિસ્તાન સાથે સદ્ભાવપૂર્ણ સંબંધની ઈચ્છા રાખે છે. તે માટે પરસ્પર વિશ્વાસ અને આતંકનો ખાતમો જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube