ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં મોટા રાજકીય સંકટ વચ્ચે પ્રધાનમંત્રી ઇમરાન ખાને પોતાના રાજીનામાની ચર્ચાઓ પર પૂર્ણ વિરામ લગાવી દીધુ છે. રવિવારે ઇસ્લામાબાદમાં યોજાયેલી રેલીને સંબોધન કરતા ઇમરાન ખાને કહ્યુ કે તે પાંચ વર્ષ પૂરા કરશે અને રાજીનામુ નહીં આપે. રેલી દરમિયાન ઇમરાન ખાને કહ્યુ કે લોકોના વિકાસ માટે હું રાજનીતિમાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇમરાન ખાને કહ્યું કે, જ્યારે અમે પાંચ વર્ષ પૂરા કરીશું, તો દેશ જોશે કે ક્યારેય ઈતિહાસમાં બીજી કોઈ સરકારે આટલી ગરીબી ઓછી નથી કરી જેટલી અમે કરી. તેમણે કહ્યું કે, હું 25 વર્ષ પહેલાં રાજનીતિમાં એક વસ્તુ માટે આવ્યો હતો અને તે હતી કે પાકિસ્તાન જે નજરની સાથે બનાવવામાં આવ્યું તેને આગળ વધારી શકુ. તેમણે કહ્યું કે, જે કામ અમે ત્રણ વર્ષમાં કર્યાં તે કામ પહેલાં કોઈએ કર્યાં નથી. 


આ પણ વાંચોઃ ઇસ્લામાબાદ રેલીમાં ઇમરાન ખાને કર્યો ભારતીય મુસ્લિમોનો ઉલ્લેખ, જાણો શું કહ્યું...


તમને જણાવી દઈએ કે ઇમરાન ખાનની સરકાર વિરુદ્ધઠ વિપક્ષ અવિશ્વાસનો પ્રસ્તાવ લઈને આવ્યો છે, જેના પર સોમવારે મતદાનની તારીખ નક્કી કરવામાં આવી છે. વિપક્ષી દળોએ નેશનલ એસેમ્બલી સચિવાલયમાં આઠ માર્ટે એક અવિશ્વાસ પ્રસ્તાવ માટે નોટિસ આપ્યા બાદથી પાકિસ્તાનની રાજનીતિમાં ભૂકંપ આવ્યો છે. નોટિસમાં આરોપ લગાવવામાં આવ્યો કે પ્રધાનમંત્રી ઇમરાન ખાનની આગેવાનીવાળી પાકિસ્તાન તબરીક એ ઇન્સાફ (પાર્ટી) દેશમાં આર્થિક સંકટ અને વધતી મોંઘવારી માટે જવાબદાર છે. 


ઇમરાન ખાન એક ગઠબંધન સરકારનું નેતૃત્વ કરી રહ્યા છે. ઇમરાન ખાનના સહયોગી દળ તેમનાથી દૂર જઈ રહ્યાં છે, જ્યારે તેમની પાર્ટીના ઘણા સાંસદોએ બળવો કર્યો છે. 69 વર્ષીય ઇમરાન ખાનની પાર્ટી 342 સભ્યોની નેશનલ એસેમ્બલીમાં 155 સભ્યો છે અને સરકારમાં બન્યા રહેવા માટે 172 સાંસદોના સમર્થનની જરૂર રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube