ઇસ્લામાબાદ રેલીમાં ઇમરાન ખાને કર્યો ભારતીય મુસ્લિમોનો ઉલ્લેખ, જાણો શું કહ્યું...
રવિવારે ઇસ્લામાબાદમાં રેલીને સંબોધિત કરતા પીએમ ઇમરાન ખાને ભાષણની શરૂઆત રેલીમાં પહોંચેલા લોકોનો આભાર માનીને કર્યો હતો. કર્યુ કે, જે સંકટના સમયે તમે લોકો મારા એક કોલ પર આવ્યા, તે માટે આભાર.
Trending Photos
ઇસ્લામાબાદઃ પોતાની ખુરશી ડરવાના ડરથી પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવના એક દિવસ પહેલા રવિવારે ઇસ્લામાબાદમાં એક મોટી રેલી કરી છે. આ રેલી દ્વારા ઇમરાને વિપક્ષી દળોને નિશાના પર લીધા છે. પોતાના સંબોધન દરમિયાન ઇમરાને ભારતીય મુસ્લિમોનો પણ ઉલ્લેખ કર્યો છે. જાણો શું બોલ્યા ઇમરાન...
રવિવારે ઇસ્લામાબાદમાં રેલીને સંબોધિત કરતા પીએમ ઇમરાન ખાને ભાષણની શરૂઆત રેલીમાં પહોંચેલા લોકોનો આભાર માનીને કર્યો હતો. કર્યુ કે, જે સંકટના સમયે તમે લોકો મારા એક કોલ પર આવ્યા, તે માટે આભાર. આગળ કહ્યું- મને ખ્યાલ છે કે જે રીતે તમને લાલચ આપવામાં આવી, પૈસા ઓફર કરવામાં આવ્યા. જે રીતે દરેક રીતે તમને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવ્યો. હું પાક જનતાનો આભાર માનુ છું કે તમે મારા એક કોલ પર આવ્યા, પાકના દરેક ખુણામાંથી આવ્યા. મને તમારા પર ગર્વ છે.
ભારતીય મુસ્લિમોનો ઉલ્લેખ
ઇસ્લામાબાદ રેલીમાં ઇમરાન ખાને ભારતીય મુસ્લિમોનો ઉલ્લેખ કર્યો છે. આઝાદી બાદના પાકિસ્તાનનો ઉલ્લેખ કરતા ઇમરાન ખાને કહ્યુ કે જે 20 કરોડ મુસ્લિમ હિન્દુસ્તાનમાં છે તેમણે પણ તે પાકિસ્તાન માટે મત આપ્યો હતો. તે લોકો પણ એક અસલી પાકિસ્તાનનું સપનું જોઈ રહ્યાં હતા. આજે હું તે સપનાને પૂરુ કરી રહ્યો છું.
ઇમરાન ખાને કહ્યુ, મેં ચીનમાં જોયુ કે કઈ રીતે છેલ્લા ત્રણ વર્ષમાં ચીને પોતાના લોકોને નીચેથી બહાર કાઢ્યા છે. તે રીતે હું આપણા મુસ્લિમ ગરીબોને ગરીબીમાંથી બહાર કાઢવા ઈચ્છુ છું. અમારી સરકાર ગરીબો માટે આવી છે. અમે 2 કરોડ લોકોને રાશન આપ્યું. અમે યુવાનોને મજબૂત કરવા અને રોજગાર આપવા આવ્યા છીએ. આવું પાકિસ્તાનની સરકારમાં પ્રથમવાર થયું છે.
ઇમરાને કહ્યુ, જ્યારે અમારી પાસે પૈસા આવ્યા તો મેં 250 અબજની સબ્સિડી આપીને 10 રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલની કિંમત ઓછી કરી અને વીજળીની કિંમત પાંચ રૂપિયા પ્રતિ યૂનિટ ઘટાડો કર્યો છે. મને વિશ્વાસ છે કે જેમ-જેમ હું પૈસા ભેગા કરતો જઈશ તેમ જનતા માટે ખર્ચ કરતો રહીશ. વિપક્ષ પર પ્રહાર કરતા ખાને કહ્યુ કે, જ્યારે કોઈ નાની ચોરી કરતુ હતુ તો જેલમાં નાખી દેતા હતા પરંતુ જ્યારે કોઈ મોટા ચોરી કરતા હતા તો તેને દેશની બહાર મોકલી દેવામાં આવતા હતા. આ દેશની કહાની છે. પરંતુ હું પાકિસ્તાનમાં આ થવા દઈશ નહીં.
ઇમરાન ખાને ઇશારા-ઇશારામાં વિપક્ષ પર નિશાન સાધ્યુ છે. કહ્યું કે આ બધો ડ્રામા એટલા માટે થઈ રહ્યો છે કે જનરલ મુશર્રફની જેમ મારી સરકારને પાડી દેવામાં આવે. મને શરૂઆતથી બ્લેકમેલ કરી રહ્યાં છે. આજે અમે તેમના દેવાનો ભાર ઉઠાવી રહ્યાં છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે