ઈસ્લામાબાદ: પાકિસ્તાનના પંજાબ પ્રાંતની સરકારે રાવલપિંડીમાં સ્થિત કૃષ્ણ મંદિરના સૌંદર્યકરણ તથા તેના વિસ્તાર માટે બે કરોડ રૂપિયાની રકમ જારી કરી છે. આ જાણકારી આજે મીડિયાના એક રિપોર્ટમાં આપવામાં આવી છે. રાવલપિંડી અને ઈસ્લામાબાદ શહેરોમાં ફક્ત કૃષ્ણ મંદિર જ એક એવું મંદિર છે જે શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું છે. મંદિરમાં દરરોજ સવારે અને સાંજે બે વાર આરતી કરવામાં આવે છે. જેમાં છ થી સાત લોકો ઉપસ્થિત રહે છે. ડોન સમાચારપત્રએ ઈવૈક્યૂઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ઈટીપીબી) ઉપ પ્રશાસક મોહમ્મદ આસિફના હવાલે જણાવ્યું છે કે પ્રાંતિય એસેમ્બલીના એક સભ્યના આગ્રહ પર સરકારે બે કરોડની રકમ જારી કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંદિરનું સૌંદર્યકરણ કાર્ય જલદી શરૂ થશે
સમાચારપત્ર મુજબ આસિફે જણાવ્યું કે મંદિરના સૌંદર્યકરણનું કાર્ય જલદી શરૂ થશે. એક ટીમે સ્થળની મુલાકાત લીધી છે અને કાર્ય શરૂ કરવાની યોજના બનાવી છે. જ્યાં પ્રતિમા રાખવામાં આવી છે ત્યાં મુખ્ય કક્ષને સૌંદર્યકરણની સમાપ્તિ સુધી બંધ રાખવામાં આવશે.


આસિફના હવાલે સમાચારપત્રે જણાવ્યું છે કે એકવાર સૌંદર્યકરણનું કામ પૂરું થઈ જશે તો અહીં વધુ લોકોને એકત્ર થવા માટે જગ્યા મળી જશે. અધિકારીએ જણાવ્યું કે મંદિરમાં જગ્યા થવાથી આસપાસના  બંને શહેરો અને નજીકના વિસ્તારોના શ્રદ્ધાળુઓને સુવિધા મળશે. કાંજી અને ઉજાગર મલ રાચપાલે 1897માં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.


પાકિસ્તાનમાં હિંદુઓને 20 વર્ષ બાદ શિવ મંદિરમાં પૂજા અર્ચના કરવાની મળી મંજૂરી
અત્રે જણાવવાનું કે 2017માં પેશાવર હાઈકોર્ટેના ન્યાયમૂર્તિ અતીક હુસૈન શાહની અધ્યક્ષતાવાળી પેનલ હિંદુ સમુદાયના લોકોને બંધારણની કલમ 20 મુજબ ખબર પખ્તૂનખ્વાહ પ્રાંતના શિવજી મંદિરમાં પૂજા અર્ચના કરવાની મંજૂરી આપી હતી. સંપત્તિ વિવાદના કારણે આ મંદિરમાં ધાર્મિક ગતિવિધિઓ માટે પ્રતિબંધ હતો.