ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપનારા પાકિસ્તાનના રેલવે મંત્રીની લંડનમાં બરાબર ધોલાઈ
પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદ પર લંડનમાં હુમલો થયો હોવાના અહેવાલ છે અને તેમના પર ઈંડા ફેંકવામાં આવ્યાં અને લાત ઘૂસા પડ્યાં.
લંડન: પોતાના વિવાદાસ્પદ નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતા પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદ પર લંડનમાં હુમલો થયો હોવાના અહેવાલ છે અને તેમના પર ઈંડા ફેંકવામાં આવ્યાં અને લાત ઘૂસા પડ્યાં. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ મુજબ અવામી મુસ્લિમ લીગના પ્રમુખ અને રેલવે મંત્રી શેખ રશીદ પર તે સમયે હુમલો થયો જ્યારે તેઓ લંડનની એક હોટલમાં એક પુરસ્કાર સમારોહમાં ભાગ લઈને બહાર નીકળ્યાં. તેમના પર હુમલો કરનારા ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયાં. આ એ જ પાકિસ્તાની મંત્રી છે જેમણે જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી હતી.
કલમ 370 અને કાશ્મીર મુદ્દે ફ્રાન્સે ભારતને આપ્યું સમર્થન, કહ્યું-'કોઈ ત્રીજો પક્ષ ન કરે હસ્તક્ષેપ'
બુધવારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) સંબંધિત પીપલ્સ યૂથ ઓર્ગેનાઈઝેશન યુરોપના અધ્યક્ષ આસિફ અલી ખાન અને પાર્ટીના ગ્રેટર લંડન મહિલા શાખાના અધ્યક્ષ સમાહ નાઝે એક નિવેદન બહાર પાડીને હુમલાની જવાબદારી લીધી. તેમણે કહ્યું કે રશીદે પીપીપી પ્રમુખ બિલાવલ ભુટ્ટો જરદારી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જેના વિરોધમાં આ પગલું લેવાયું. તેમણે રશીદ પર ફક્ત ઈંડા ફેરવાની વાત પોતાના નિવેદનમાં કહી હતી.
જુઓ LIVE TV