કલમ 370 અને કાશ્મીર મુદ્દે ફ્રાન્સે ભારતને આપ્યું સમર્થન, કહ્યું-'કોઈ ત્રીજો પક્ષ ન કરે હસ્તક્ષેપ'

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ગુરુવારે કહ્યું કે ભારત અને પાકિસ્તાનને દ્વિપક્ષીય રીતે કાશ્મીર મુદ્દાનું સમાધાન કાઢવું જોઈએ અને ક્ષેત્રમાં કોઈ ત્રીજા પક્ષે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં કે હિંસાને ભડકાવવી જોઈએ નહીં.

કલમ 370 અને કાશ્મીર મુદ્દે ફ્રાન્સે ભારતને આપ્યું સમર્થન, કહ્યું-'કોઈ ત્રીજો પક્ષ ન કરે હસ્તક્ષેપ'

નવી દિલ્હી: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ગુરુવારે કહ્યું કે ભારત અને પાકિસ્તાનને દ્વિપક્ષીય રીતે કાશ્મીર મુદ્દાનું સમાધાન કાઢવું જોઈએ અને ક્ષેત્રમાં કોઈ ત્રીજા પક્ષે હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં કે હિંસાને ભડકાવવી જોઈએ નહીં. મેક્રોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આમને સામનેની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. વાર્તા બાદ એક જોઈન્ટ પ્રેસ સ્ટેટમેન્ટમાં રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને જમ્મુ અને કાશ્મીર પર ભારત દ્વારા લેવાયેલા હાલના નિર્ણયથી માહિતગાર કર્યાં અને એ પણ જણાવ્યું કે તે સંપૂર્ણ રીતે ભારતની સંપ્રભુતા સંલગ્ન છે. 

— ANI (@ANI) August 22, 2019

મેક્રોને કહ્યું કે મેં તેમને કહ્યું કે ભારત અને પાકિસ્તાને આ મુદ્દે સમાધાન કાઢવું પડશે અને કોઈ ત્રીજા પક્ષે આ ક્ષેત્રમાં હસ્તક્ષેપ કરવો જોઈએ નહીં કે હિંસા ન ભડકાવવી જોઈએ. તેમણે કહ્યું કે ક્ષેત્રમાં શાંતિ જાળવી રાખવી જોઈએ અને લોકોના અધિકારોની રક્ષા થવી જોઈએ. ફ્રાંસીસી રાષ્ટ્રપતિએ  કહ્યું કે હું થોડા દિવસ બાદ પાકિસ્તાનના વડાપ્રધાન સાથે પણ વાત કરીશ અને તેમને કહીશ કે વાર્તા દ્વિપક્ષીય હોવી જોઈએ. તેમણે કહ્યું કે ફ્રાન્સ આવતા મહિને ભારતને 36 રાફેલ ફાઈટર વિમાનોમાંથી  પહેલું વિમાન આપી દેશે. 

— ANI (@ANI) August 22, 2019

કોઈ સ્વાર્થ પર ટકેલી નથી ભારત-ફ્રાન્સની મિત્રતા-મોદી
મેક્રોનના નિવેદન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને ફ્રાન્સ વચ્ચેની મિત્રતા કોઈ સ્વાર્થ પર ટકેલી નથી, પરંતુ તે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાના નક્કર સિદ્ધાંતો પર આધારિત છે. મોદીએ કહ્યું કે બંને દેશ સતત આતંકવાદનો સામનો કરી રહ્યાં છે. અમારો ઈરાદો આતંકવાદ વિરુદ્ધ સહયોગ વ્યાપક બનાવવાનો છે. તેમણે કહ્યું કે ફ્રાન્સ અને ભારત જળવાયુ પરિવર્તન, પર્યાવરણ અને ટેક્નોલોજી સમાવેશી વિકાસના પડકારોનો સામનો કરવા માટે એકસાથે ઊભા છે. મોદીએ કહ્યું કે અમે બધા મળીને એક સુરક્ષિત અને સમૃદ્ધ દુનિયાનો માર્ગ પ્રશસ્ત  કરી શકીએ છીએ. 

જુઓ LIVE TV

ફ્રાન્સમાં ભારતીય સમુદાય સાથે પણ વાત કરશે પીએમ મોદી
મોદીએ ચેતઉ ડી ચેન્ટિલીમાં મેક્રોન સાથે વાર્તા શરૂ થતા પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે આ પ્રવાસ ફ્રાન્સના નેતૃત્વની સાથે પહેલા કરાયેલી વાતચીતને આગળ વધારશે. ચેતઉ ડી ચેન્ટિલી પેરિસથી 50 કિમી દૂર સ્થિત ઐતિહાસિક ઈમારત છે. મેક્રોને મોદીને આ ઈમારતના ઐતિહાસક મહત્વ અંગે જણાવ્યું અને સદીઓ જૂની ઈમારત દેખાડવા લઈ ગયા. બંને નેતાઓએ સીધી વાતચીત કરી અને ત્યારબાદ પ્રતિનિધિ મંડળ સ્તરે વાર્તા થઈ. તે અગાઉ વડાપ્રધાન મોદીનું એરપોર્ટ પર યુરોપ અને વિદેશ મામલાઓના મંત્રી જીન યેવ્સ લે ડ્રાયને સ્વાગત કર્યું. મોદીએ ટ્વીટ કર્યું કે ભારત અને ફ્રાન્સના સારા મિત્રતાપૂર્ણ સંબંધો છે અને વર્ષોથી દ્વિપક્ષીય અને બહુપક્ષીય રીતે એક સાથે કામ કરી રહ્યાં છે. મોદી બે દિવસના પ્રવાસ દરમિયાન પોતાના ફ્રાન્સના સમકક્ષ એડવર્ડ ફિલિપ સાથે પણ મુલાકાત કરશે અને ત્યાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરશે. તેઓ ફ્રાન્સમાં 1950 અને 1960ના દાયકામાં એર  ઈન્ડિયાના બે વિમાન અકસ્માતમાં માર્યા ગયેલા પીડિતોની યાદમાં બનાવવામાં આવેલા એક સ્મારક સ્થળનું ઉદ્ધાટન પણ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news