સંયુક્ત રાષ્ટ્રઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની (UNSC) કમાન મળતા ભારત હવે એક્શનમાં આવી ગયું છે અને તેની અસર પણ દેખાવા લાગી છે. ભારતની અધ્યક્ષતામાં શનિવારે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા થઈ, જેમાં પાકિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું નથી. આ વાતથી હવે પાકિસ્તાન પરેશાન થઈ ગયું છે. પાકિસ્તાને શનિવારે આ વાત પર અફસોસ વ્યક્ત કર્યો કે તેને અફઘાનિસ્તાનના સૌથી નજીકના પાડોશી હોવા છતાં યુદ્ધગ્રસ્ત દેશની સ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યું નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના વિદેશ કાર્યાલય (એફઓ) એ એક નિવેદનમાં કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રના મંચનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ જૂઠ ફેલાવવા માટે કરવામાં આવ્યો, જ્યારે તેને પોતાની વાત રાખવાની તક આપવામાં આવી નહીં. મહત્વનું છે કે ઓગસ્ટ મહિના માટે યૂએનએસસીના અધ્યક્ષ ભારતની આગેવાનીમાં 15 દેશોની શક્તિશાળી સુરક્ષા પરિષદે શુક્રવારે અફઘાનિસ્તાનની સ્થિતિ પર ચર્ચા માટે બેઠકનું આયોજન કર્યું હતું, જેમાં પાકિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું નહીં. 


આ પણ વાંચોઃ 20ની ધરપકડ, 150 પર કેસ અને મંદિરનું કામ શરૂ, SCની ફટકાર બાદ મજબૂર થયું પાકિસ્તાન


સંયુક્ત રાષ્ટ્રમાં અફઘાનિસ્તાનના રાજદૂત ગુલામ ઇસાકઝઈએ સુરક્ષા પરિષદને કહ્યુ કે, તાલિબાનને પાકિસ્તાનથી સુરક્ષિત આશ્રયસ્થાન, જંગના મશીનોની આપૂર્તિ અને રસદ લાઇનની સુવિધા મળી રહી છે. એફઓએ આ આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું- પાકિસ્તાને સુરક્ષા પરિષદના અધ્યક્ષને વિનંતી કરી કે તેને પરિષદના સત્રને સંબોધિત કરવા અને અફઘાન શાંતિ પ્રક્રિયા પર પોતાનો દ્રષ્ટિકોણ રાખવાની તક આપવામાં આવે, પરંતુ તેનો સ્વીકાર થયો નહીં. તેમણે કહ્યું કે, તેની જગ્યાએ આ મંચનો ઉપયોગ પાકિસ્તાન વિરુદ્ધ જૂઠ ફેલાવવા માટે કરવામાં આવ્યો છે.


હકીકતમાં ઓગસ્ટ મહિનામાં સંયુક્ત રાષ્ટ્ર પરિષદની કમાન ભારતની પાસે છે. અધ્યક્ષ તરીકે ભારતનો પ્રથમ કાર્ય દિવસ સોમવાર એટલે કે 2 ઓગસ્ટ હતો. સુરક્ષા પરિષદના એક અસ્થાયી સભ્યના રૂપમાં ભારતનો બે વર્ષનો કાર્યકાળ 1 જાન્યુઆરી 2021ના શરૂ થયો હતો. તે સુરક્ષા પરિષદના બિન સ્થાયી સભ્ય તરીકે 2021-2022 કાર્યકાળ દરમિયાન ભારતની પ્રથમ અધ્યક્ષતા છે. ભારત આગામી વર્ષે ડિસેમ્બરમાં ફરી સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube