કરાંચી: પાકિસ્તાનના કરાંચીમાં એક સાંસ્કૃતિક સમારોહ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા એક ભારતીય ગીત પર નૃત્ય કરવા અને ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાનો મામલો સામે આવ્યા બાદ પાકિસ્તાન હતપ્રત બની ગયું છે. પાકિસ્તાની અધિકારીઓએ સ્કૂલના રજિસ્ટ્રેશનને સસ્પેન્ડ કરી નાખ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે આ ઘટનાથી રાષ્ટ્રીય ગરીમાને ઠેસ પહોંચી છે. સ્કૂલના માલિકને બુધવારે કારણ દર્શાવો નોટિસ જારી કરીને કહેવાયું છે કે તેઓ ડીઆરઆરપીઆઈએસ સમક્ષ હાજર થાય. ધી ન્યૂઝ ઈન્ટરનેશનલના અહેવાલ મુજબ ગત અઠવાડિયે આ ઘટના ત્યારે સામે આવી જ્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુલવામા આતંકી હુમલાથી ઉકળી ગયું આ શક્તિશાળી દેશના PMનું લોહી, કહ્યું- 'ડિયર મોદી અમે તમારી સાથે'


લોકો આ ઘટનાની ખુબ આલોચના કરી રહ્યાં છે. અહેવાલ મુજબ ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના આરોપમાં મામ બેબી કેર કેમ્બ્રિજ સ્કૂલનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરી દેવાયું છે. ડીઆઈઆરપીઆઈએસ દ્વારા સ્કૂલના વિવાદાસ્પદ કાર્યક્રમની તપાસ માટે 3 સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે. વિવાદાસ્પદ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ એક ભારતીય ગીત પર નૃત્ય કરી રહ્યાં હતાં. પાછળના ભાગમાં ભારતનો રાષ્ટ્રીય ધ્વજ લહેરાઈ રહ્યો હતો. 


ડીઆઈઆરપીઆઈએસના રજિસ્ટ્રાર રાફિયા જાવેદના જણાવ્યાં મુજબ શૈક્ષણિક સંસ્થાઓમાં ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું એ પાકિસ્તાનની રાષ્ટ્રીય ગરિમા વિરુદ્ધ છે. જેને કોઈ પણ ભોગે સહન કરાશે નહીં. આ કાર્યવાહી ત્યારે કરાઈ જ્યારે ખબર પડી કે શાળાએ 'જાણી જોઈને' આ કાર્યક્રમનું આયોજન  કર્યું હતું. 


પુલવામા હુમલો: પાકિસ્તાનની ઉલટી ગણતરી શરૂ!, MFN દરજ્જો છીનવાતા કફોડી હાલત થશે 


આ બાજુ શાળાના ડેપ્યુટી પ્રિન્સિપાલ ફાતિમાએ કહ્યું કે ગત અઠવાડિયે શાળા મેનેજમેન્ટે વિદ્યાર્થીઓ માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેથી કરીને તેમને અલગ અલગ દેશોની સંસ્કૃતિ વિશે માહિતગાર  કરી શકાય. ફાતિમાએ જણાવ્યું કે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સાઉદી અરબ, અમેરિકા, ઈજિપ્ત, પાકિસ્તાન, ભારત અને અન્ય દેશોની સંસ્કૃતિ રજુ  કરી હતી. પરંતુ કેટલાક પત્રકારોએ તેને તોડી મરોડીને રજુ કર્યું અને કાર્યક્રમના એક ભાગનો જ ઉલ્લેખ કર્યો. જેથી શાળાને નિશાન બનાવી શકાય. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...