ઈસ્લામાબાદ: ઈમરાન ખાન સત્તામાંથી બેદખલ થયા બાદ હવે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ(PML-N) ના ઉમેદવાર શાહબાઝ શરીફે પ્રધાનમંત્રી પદ માટે ઉમેદવારી પત્ર દાખલ કર્યું. આવામાં હવે એ નક્કી માનવામાં આવી રહ્યું છે કે સોમવારે એટલે કે આજે તેઓ પ્રધાનમંત્રી બની જશે. અત્રે જણાવવાનું કે અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા સત્તા ગુમાવનારા ઈમરાન ખાન પાકિસ્તાનના પ્રથમ પ્રધાનમંત્રી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ(PTI) એ રવિવારે જાહેરાત કરી કે જો વિપક્ષી ઉમેદવાર શાહબાઝ શરીફને પ્રધાનમંત્રી પદ માટે ચૂંટણી લડવાની મંજૂરી અપાઈ તો પાર્ટીના સાંસદ સોમવારે રાજીનામા ધરશે. આ જાહેરાત પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ સૂચના મંત્રી ફવાદ ચૌધરીએ ખાનની અધ્યક્ષતામાં પીટીઆઈની કોર કમિટીની બેઠક બાદ મીડિયાને સંબોધતા કરી. તેમણે કહ્યું કે જો શાહબાઝ શરીફના (નામાંકન) પત્ર પર અમારી આપત્તિનું સમાધાન ન કરાયું તો અમે કાલે રાજીનામા આપી દઈશું. 


ઈમરાન ખાનને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા પદ પરથી  હટાવાયા બાદ સદનના નવા નેતાની ચૂંટણીની પ્રક્રિયા રવિવારે શરૂ થઈ. શાહબાઝ આજે નેશનલ એસેમ્બલીમાં ખાનના ઉત્તરાધિકારી તરીકે પસંદગી પામે તેવી પૂરેપૂરી શક્યતા છે. નવા પ્રધાનમંત્રી બનવા માટે 342 સભ્યોવાળા સદનમાં 172 મતની જરૂર પડશે. ફવાદ ચૌધરીએ એમ પણ કહ્યું કે પીટીઆઈએ પૂર્વ વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીને શાહબાઝ વિરુદ્ધ મેદાનમાં ઉતાર્યા છે. જેથી કરીને પાર્ટી સંયુક્ત વિપક્ષી ઉમેદવારની ઉમેદવારીને પડકારી શકે. 


ફવાદ ચૌધરીએ કહ્યું કે શાહબાઝ તે જ દિવસે પ્રધાનમંત્રીની ચૂંટણી લડશે જ્યારે તેમને મની લોન્ડરિંગના એક કેસમાં આરોપી  બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે પાકિસ્તાન માટે આનાથી વધુ અપમાનજનક વધુ શું હોઈ શકે કે તેના પર એક વિદેશથી પસંદગી પામેલી અને આયાતી સરકાર થોપવામાં આવે અને શાહબાઝ જેવા વ્યક્તિને તેમના મુખીયા બનાવવામાં આવે. 


ચૌધરીનો ઈશારો પરોક્ષ રીતે ફેડરેલ તપાસ એજન્સીની એક વિશેષ કોર્ટના ચુકાદા તરફ હતો જેણે 11 એપ્રિલના રોજ 14 અબજ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં શાહબાઝ અને તેમના પુત્ર હમઝાને આરોપી બનાવવાની જાહેરાત કરી હતી. આ બધા વચ્ચે પીટીઆઈની આપત્તિઓને નેશનલ એસેમ્બલીના સચિવાલયે ફગાવી દીધી. જેથી કરીને શાહબાઝ અને તેમના હરીફ કુરેશીને ચૂંટણી લડવા માટે લીલી ઝંડી મળી ગઈ. 


આ અગાઉ એક્સપ્રેસ ટ્રિબ્યુન અખબારે કહ્યું કે નેશનલ એસેમ્બલી દ્વારા નિર્ધારિત સમયમર્યાદાની અંદર 70 વર્ષના શાહબાઝે સદનના નવા નેતા માટે નામાંકન ભર્યું અને સોમવારે વિશેષ સત્ર દરમિયાન નવા પ્રધાનમંત્રીની પસંદગી થશે. સંયુક્ત વિપક્ષે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના આધ્યક્ષ શાહબાઝ શરીફને પહેલેથી જ પોતાના સંયુક્ત ઉમેદવાર જાહેર કર્યા હતા. શાહબાઝની જીતની શક્યતા વ્યક્ત કરાઈ છે. 


Pakistan: શાહબાઝ શરીફનો ઈમરાન ખાન માટે મોટો સંદેશ 'બદલો તો નહીં લઈએ...પરંતુ કાયદો ચોક્કસપણે પોતાનું કામ કરશે'


યુક્રેનમાં જેલેન્સ્કી સાથે ઘૂમતા જોવા મળ્યા બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન, જુઓ Video


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube