ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનને શું સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી શકે છે? કોર્ટમાં પૂર્વ પ્રધાનમંત્રીની ધરપકડ વિરુદ્ધ સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન કોર્ટે કહ્યું કે ઇમરાન ખાનની ધરપકડ ગેરકાયદેસર છે અને તેને એક કલાકની અંદર કોર્ટમાં હાજર કરવામાં આવે. ચીફ જસ્ટિસ ઉમર અલા બંદિયાલે ઇમરાન ખાનની કોર્ટ પરિસરમાંથી ધરપકડ કરવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, જો કોઈ વ્યક્તિ અદાલતમાં આવ્યો છે, તો તેની ત્યાંથી કઈ રીતે ધરપકડ કરી શકાય. ચીફ જસ્ટિસે કહ્યુ કે, ન્યાયના અધિકારનું ઉલ્લંઘન થયું છે. આ સિવાય અદાલત પરિસરમાં ધરપકડ એક ખતરનાક ટ્રેન્ડ છે. આવું રહ્યું તો પછી અદાલતમાં કોઈ સુરક્ષિત અનુભવ કરી શકશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સિવાય તેમણે અધિકારીઓને આદેશ આપ્યો છે કે ઇમરાન ખાનને એક કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવામાં આવે. કોર્ટે નેશનલ એકાઉન્ટિબિલિટી બ્યૂરોને કહ્યું કે, ઇમરાન ખાનને એક કલાકની અંદર કોર્ટમાં હાજર કરવામાં આવે. કોર્ટ તરફથી મળી રહેલા સંકેત જણાવે છે કે ઇમરાન ખાનને મોટી રાહત મળી શકે છે. ઇમરાન ખાનના વકીલ હામિદ ખાને કોર્ટમાં કહ્યું કે, તે આગોતરા જામીન માટે ઇસ્લામાબાદ હાઈકોર્ટ પહોંચ્યા હતા. પરંતુ અદાલતની અંદરથી તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. 


આ પણ વાંચોઃ નાસ્ત્રોદમસે વર્ષો પહેલાં કરી હતી ભવિષ્યવાણી, 2023માં આકાશમાંથી આગ વરસશે


હામિદ ખાને કહ્યુ કે પૂર્વ પ્રધાનમંત્રી અંદર આવવા માટે બાયોમેટ્રિક અપડેટ કરાવી રહ્યાં હતા. આ દરમિયાન અદાલતની એક દીવાલના કાચ તોડીને પાકિસ્તાની સૈનિક ઘુસી ગયા અને ઇમરાન ખાનની ધરપકડ કરી લીધી. ઇમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હંગામો થયો છે. પંજાબ, ખૈબર પખ્તૂનખ્વા અને સિંધમાં જોરદાર વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube