રવિંદર સિંહ રોબિન, નવી દિલ્હીઃ પાકિસ્તાન (Pakistan) ની ઇમરાન ખાન (Imran Khan) સરકારે યૂ-ટર્ન લેતા ભારત પાસેથી કપાસ અને ખાંડ ઇમ્પોર્ટની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે. પ્રધાનમંત્રી ઇમરાન ખાનની અધ્યક્ષતામાં ગુરૂવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આર્થિક સમન્વય સમિતિ (ECC) ના તે પ્રસ્તાવને નકારી દેવામાં આવ્યો, જેમાં ભારત પાસેથી કપાસ અને ખાંડના ઇમ્પોર્ટ પર લાગેલા પ્રતિબંધને હટાવવાની ભલામણ કરવામાં આવી હતી. મહત્વનું છે કે ECC એ બુધવારે ભાજરથી ખાંડ અને કપાસની આયાતને મંજૂરી આપી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂવારે પાકિસ્તાનના આંતરિક મંત્રી (Interior Minister) શેખ રશીદ (Sheikh Rasheed) એ કહ્યુ કે, જ્યાં સુધી ભારત કલમ 370 પર લીધેલા નિર્ણયને પરત લેશે નહીં ત્યાં સુધી ભારતમાંથી કપાસ અને ખાંડની આયાત થશે નહીં. 


આ પણ વાંચોઃ ફ્રાન્સમાં ત્રીજા લોકડાઉનની જાહેરાત, કોરોનાના વધતા કેસને પગલે લેવો પડ્યો નિર્ણય 


એક દિવસ પહેલા આપી હતી મંજૂરી
બુધવારે પાકિસ્તાનના નાણાંમત્રી હમ્માદ અઝહરે જાહેરાત કરતા કહ્યું હતું કે, પાકિસ્તાને પાડોશી દેશ ભારતથી આયાતને લઈને જે પ્રતિબંધ લગાવ્યો હતો, તે હટાવી લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે 5 ઓગસ્ટ, 2019માં કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ પાકિસ્તાને ભારતમાંથી આયાત પર પ્રતિબંધ લગાવી દીધો હતો. 


દેશો વચ્ચે વ્યાપાર સંબંધ સારો થવાની હતી આશા
નાણામંત્રીએ બુધવારે કહ્યુ કે, બેઠકના એજન્ડામાં સામેલ વિષયો પર ચર્ચા કરવામાં આવી. તેમાં ભારતમાંથી કપાસ અને ખાંડ આયાતનો મુદ્દો સામેલ હતો. આ વિશે વિસ્તૃત ચર્ચા બાદ આયાતની મંજૂરી આપવામાં આવી. આ વસ્તુઓની આયાત શરૂ થવાથી બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર સંબંધ સારૂ થશે જે 5 ઓગસ્ટ 2019થી બંધ હતો. ભારતે જમ્મુ-કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો પરત લેતા પાકિસ્તાને વ્યાપારી સંબંધ કાપી નાખ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube