દુબઇ : પાકિસ્તાન ભારત સાથે ચૂંટણી (લોકસભા ચૂંટણી 2019) બાદ ફરીથી વાતચીતનો પ્રયાસ કરશે. પાકિસ્તાનનાં એક સીનિયર મંત્રી ફવાદ ચૌધરીએ આ અંગે નિવેદન આપ્યું હતું. ચોધરીએ કહ્યું કે, હાલ નવી દિલ્હી સાથે વાતચીત કરવાનો કોઇ જ ફાયદો નથી કારણ કે વર્તમાન સરકાર સાથે કોઇ સકારાત્મક જવાબની આશા નથી. દુબઇમાં ગલ્ફ ન્યૂઝ સાથેની વાતચીતમાં ચૌધરીએ કહ્યું કે, ભારત સાથે વાતચીતનો આ યોગ્ય સમય નથી કારણ કે ત્યાં નેતાઓ આવનારી ચૂંટણીમાં વ્યસ્ત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહના આકરા પ્રહાર, કહ્યું- મોદી સરકારના OROP સામે કોંગ્રેસનું ઓનલી રાહુલ ઓનલી પ્રિયંકા...

ચૌધરીએ કહ્યું કે, જ્યા સુધી ત્યાં કોઇ સ્થાયીત્વ નથી ત્યા સુધી વાત કરવાનો કોઇ ફાયદો નથી. અમે ચૂંટણી બાદ નવી સરકારોની સાથે પ્રક્રિયા ફરીથી ચાલુ કરવાનો પ્રોગ્રામ કરીશું. અમે પોતાની વાતચીતની પ્રક્રિયાનાં પ્રયાસો સ્થગીત કરી દીધા છે કારણ કે, અમે વર્તમાન નેતૃત્વ સામે કોઇ મોટા નિર્ણયોની આશા નથી. ચૌધરીએ કહ્યું કે, પાકિસ્તાન કોઇ પણ તે ભારતીય નેતા કે પાર્ટીનો સ્વિકાર કરશે. જેને ભારતનાં લોકોએ પસંદ કર્યો હોય. 


માર્ચનાં પહેલા અઠવાડીયામાં લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત: સુત્ર


જ્યારે ચૌધરીને પુછવામાં આવ્યું કે, પાકિસ્તાન માટે કયો ભારતીય નેતા સૌથી વધારે યોગ્ય છે રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદી ? તો તેમણે કહ્યું કે, તેના કારણે પાકિસ્તાનને કોઇ ફરક નથી પડતો. તેમણે કહ્યું કે, જે પણ નેતા ચૂંટણી બાદ સત્તામાં આવશે, અમે તેની સાથે વાતચીત ચાલુ કરીશું. 


શિવસેનાએ BJP સાથે ગઠબંધનના સંકેત આપ્યા, કહ્યું મહારાષ્ટ્રમાં અમે મોટા ભાઇ

ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીત ઉરીમાં થયેલ આતંકવાદી હૂમલા અને ત્યાર બાદ ભારતની તરફથી પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઇક પછીથી બંધ છે. ત્યાર બાદ 2017થી અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત બંધ છે. ભારતની માંગ છે કે જ્યા સુધી પાકિસ્તાન આતંકનો રસ્તો નહી છોડે ત્યા સુધી કોઇ જ વાતચીત સંભવ નથી. ચૌધરીએ કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુલનાર કરતારપુર કોરિડોર બંન્ને દેશ વચ્ચે ખુબ જ મહત્વપુર્ણ પગલું છે કારણ કે તેનાથી ન માત્ર સીખ શ્રદ્ધાળુઓને મદદ મળશે પરંતુ પરંતુ ભારત અને પાકિસ્તાનના સંબંધો પણ સુધરશે. જ્યારે ચૌધરીને પુછવામાં આવ્યું કે, વિદેશ નીતિ મુદ્દે પાકિસ્તાનમાં કોણ નિર્ણય લે છે પાકિસ્તાન આર્મી કે સિવિલિયન ગવર્નમેન્ટ તે અંગે તેમણે કહ્યું કે, બેશક વડાપ્રધાન ઇમરાન ખાન.