ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની મંત્રી શાઝિયા મર્રીએ ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી છે. તેણે કહ્યું કે, અમારૂ ન્યૂક્લિયર સ્ટેટસ મૌન માટે નથી. આ સાથે તેણે ભારતની સાથે યુદ્ધ કરવાની ધમકી આપી છે. હકીકતમાં શાઝિયા મર્રી બિલાવલ ભુટ્ટોના સમર્થનમાં પત્રકાર પરિષદ કરી રહી હતી. આ દરમિયાન તેણે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન તેણે કહ્યું કે અમે ભારત વિરુદ્ધ કોઈ ફરિયાદ કરી રહ્યાં નથી પરંતુ હિન્દુસ્તાનમાં જે વર્તમાન નરેન્દ્ર મોદી સરકાર છે તેની વિરુદ્ધ અમારી ફરિયાદ છે. તેણે કહ્યું કે તમે વારંવાર પાકિસ્તાન વિરુદ્ધ આરોપતા લગાવશો અને પાકિસ્તાન ચુપચાપ સાંભળતું રહેશે તે થવાનું નથી. શાઝિયાએ મોદી સરકારને પડકાર આપતા સુધરી જવાનું કહ્યું હતું. બિલાવલ ભુટ્ટોના પુતળા સળગાવવાની ધમકી આપી રહ્યાં છો, જ્યારે તમારા ખુદના પુતળા હિન્દુસ્તાનમાં સળગી રહ્યાં છે. 


આ પણ વાંચોઃ નવી મુશ્કેલીમાં ફસાયા ડોનાલ્ડ ટ્રમ્પ, હવે આ મામલામાં કેસ ચલાવવાની તૈયારી


મોદી સરકાર લડશે તો જવાબ મળશે
શાઝિયા મર્રીએ મોદી સરકારને કહ્યું કે જો મોદી સરકાર લડશે તો જવાબ પણ મળશે. અમને જે ન્યૂક્લિયર સ્ટેટનો દરજ્જો મળ્યો છે તે મૌન રહેવા માટે રાખ્યો છે. પાકિસ્તાન જવાબ આપવાનું પણ જાણે છે. હકીકતમાં શાઝિયા મર્દીની આ પ્રતિક્રિયા બિલાવલ ભુટ્ટોના સમર્થનમાં આવી છે. બિલાવલ ભુટ્ટોએ હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું હતું, જેમાં તેણે તેમને ગુજરાતના કસાઈ જણાવ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube