ઇસ્લામાબાદ : પાકિસ્તાન ભયંકર આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે. હવે ચીન સાથેની સ્વાર્થી મિત્રતા ધીરે ધીરે છતી થતી જાય છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સનાં એક અહેવાલ અનુસાર પાકિસ્તાને કહ્યું છે કે, ચીન તેને વિદેશી નાણાની અછતને પહોંચી વળવા માટે અને વધારે લોન આપવા માટે દબાણ કરી રહ્યું છે. પાકિસ્તાન સાથે સાથે ગર્ભીત ધમકી આપતા જણાવ્યું કે જો તેને ચીન તરફથી લોન નહી મળે તો 60 અબજ ડોલરની તેની CPEC (ચાઇના - પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર) યોજના પર ખતરો આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો ; અયોધ્યા વિવાદમાં હવે 13 જુલાઈએ થશે આગામી સુનાવણી

ફાઇનાન્શિયલ ટાઇમ્સે પાકિસ્તાનનાં સરકારી અધિકારીઓનાં હવાલાથી લખ્યું કે, પાકિસ્તાને જુન 2018ના અંતમાં જ ચીન પાસેથી 4 અબજ ડોલરની નવી લોન લીધી હતી અને હવે તે ઇચ્છે છે કે ચીન હજી પણ વધારે લોન આપે જેથી તેને IMF પાસે હાથ લંબાવવો ન પડે. ઇસ્લામાબાદના અધિકારીઓએ પોતાના ચીની સમકક્ષોને ચેતવણી આપી છે કે જો તેઓ લોન આપવાનું બંધ નહી કરે તો તેનાં કારણે ચીન-પાકિસતાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી)નું ભવિષ્ય જોખમાઇ શકે છે. સીપીઇસી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની મહત્વકાંક્ષી યોજના બેલ્ટ એન્ડ રોડ એનિશિએટિવ (BRI)નો મહત્વનો હિસ્સો છે. 


આ પણ વાંચો : VIDEO: સની લિયોન કેમ બની હતી પોર્ન સ્ટાર? બોલ્ડ બાયોપિકનું ટ્રેલર થયું રિલીઝ

અધિકારીઓનું કહેવું છે કે જો પાકિસ્તાનને IMFનું શરણ લેવા મજબુર કરવામાં આવશે તો પછી તેને સીપીઇસી યોજનાના ફંડિંગની તમામ માહિતી જાહેર કરવી પડશે.  એટલે સુધી કે મુળભુત ઢાંચાને વિકસિત કરવા માટે પહેલાથી નિશ્ચિત કેટલીક યોજનાઓ પણ રદ્દ કરવી પડી શકે છે. પાકિસ્તાનનાં એક અધિકારીએ ફાઇનાન્શિયલ ટાઇમ્સને જણાવ્યું કે, ચીન સાથેની અમારી વિસ્તારથી ચર્ચા થઇ ચુકી છે અને અમે પોતાની ચિંતાઓ તેમને જણાવી છે. સૌથી  મોટો મુદ્દો છે કે એકવાર જો અમે IMF કાર્યક્રમમાં જતા રહીશું તો પછી અમારે તેના તમાન નિયમોની ગુપ્તતાની માહિતી જણાવવી પડશે અને તેના પર ચીન CPECમાં રોકાણ કરવા માટે તૈયાર થયું છે. 

એક અન્ય અધિકારીએ જણાવ્યું કે, એકવાર IMFની નજર CPEC પર પડી ગઇ તો તે જરૂર પુછશે કે શું પાકિસ્તાન હાલની આર્થિક પરિસ્થિતીમાં આટલી મોટી રકમ વહન કરવા માટે સક્ષમ છે ? પાકિસ્તાનનાં વિદેશી ફંડમા છેલ્લા 2 વર્ષોમાં ખુબ જ ઝડપથી ઘટાડો થયો છે. આયાત સતત વધી રહ્યું છે અને વિદેશમાં વસેલાપાકિસ્તાનીઓએ ડોલર મોકલવાનું લગભગ બંધ કરી દીધું છે. જેનાં કારણે પાકિસ્તાનનો ખજાનો ખાલી થઇ ચુક્યો છે. છેલ્લા થોડા મહિનાઓથી તેલની ઉંચી કિંમતોથીઆયાત મોંઘુ થયું છે જેનાં કારણે સંકટ વધારે ઉંડુ થયુ છે. 

જુન મહિનાની શરૂઆતમાં જ પાકિસ્તાનની વિદેશ ફંડનો ભંડાર 10 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો હતો જ્યારે ગત્ત વર્ષે આ સમય વિદેશી ભંડારમાં 16.1 બિલિયન ડોલર હતો. પાકિસ્તાન પાસે હવે બે મહિનાના આયાત જેટલી જ રકમ પડી છે. આ સ્થિતી 2019માં વધારે ભયાનક થવાની છે કારણ કે આવતા વર્ષે પાકિસ્તાન પર 12.7 અબજ ડોલરના વિદેશી ચૂકવણીનું સંકટ હશે. જ્યારે આ વર્ષે તે 7.7 અબજ ડોલર જ હતું.