પાંચ હાથે ભગવાનને પૂજવા પડે! સાસરિયાંઓએ સોનાની ઇંટો વડે નવવધૂને તોલી, મહેમાનો જોતા રહી ગયા
Pakistan Bride Video: વાયરલ થઈ રહેલા વીડિયોની શરૂઆતમાં નવવધૂ અને વરરાજાને સ્ટેજ પર આવતા જોઈ શકાય છે, જેમાં સોનાની ઈંટોને તોલવા માટે ભારે ત્રાજવા લાવવામાં આવે છે. દુબઈમાં પાકિસ્તાની લગ્નના એક વીડિયોએ ઈન્ટરનેટને ચોંકાવી દીધું છે.
Pakistan Bride Video: વાયરલ થઈ રહેલા વીડિયોની શરૂઆતમાં નવવધૂ અને વરરાજાને સ્ટેજ પર આવતા જોઈ શકાય છે, જેમાં સોનાની ઈંટોને તોલવા માટે ભારે ત્રાજવા લાવવામાં આવે છે. દુબઈમાં પાકિસ્તાની લગ્નના એક વીડિયોએ ઈન્ટરનેટને ચોંકાવી દીધું છે. 2008ની ફિલ્મ 'જોધા અકબર'ની જેમ આ લગ્નમાં પણ દુલ્હનને સોનાથી તોલતી જોવા મળી હતી. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેના શરીરના વજન જેટલી સોનાની ઇંટો વરરાજાને દહેજ તરીકે આપવામાં આવી હતી કે નહીં. વિશાળ વજનના ત્રાજવા વડે તોલવામાં આવતા ફૂટેજને કારણે ઇન્ટરનેટ પર આગ લાગી હતી.
પાકિસ્તાની દુલ્હનને ત્રાજવામાં તોલવામાં આવી
ત્યારબાદ, પાકિસ્તાની દુલ્હનને ત્રાજવાની એક બાજુએ બેઠેલી જોઈ શકાય છે, જ્યારે બીજી બાજુ સાસરીવાળાઓને ઇંટોને બીજી તરફ મુકતા જોઇ શકાય છે. જ્યારે વરરાજા તેની તલવાર સોનાની ઇંટોની ટોચ પર મૂકે છે ત્યારે વીડિયો સમાપ્ત થાય છે. વીડિયો સાથે પોસ્ટ કરાયેલા કેપ્શનમાં દાવો કરવામાં આવ્યો છે કે વપરાયેલું સોનું અસલી નથી. કેપ્શનમાં લખ્યું છે, “દુબઈમાં ભવ્ય પાકિસ્તાની લગ્નની ઝલક ઇન્ટરનેટ પર ટ્રેન્ડ કરી રહી છે કારણ કે સોનું દુલ્હનના વજન જેટલું તોલવામાં આવ્યું હતું, પરંતુ સોનું અસલી ન હતું. જોધા અકબર લગ્નમાં અભિનય કરી રહી હતી."
લગ્નમાં સોનાનો આટલો ઉપયોગ ભાગ્યે જ કોઈએ જોયો હશે. આ વીડિયોએ ઈન્ટરનેટ પર ચર્ચા જગાવી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં તેની નિંદા કરી છે. એક યુઝરે લખ્યું, "ખબર નથી, પરંતુ આ દયનીય, નિંદાપાત્ર અને સંપૂર્ણ રીતે ક્લાસલેસ છે. આ શાકભાજી માર્કેટમાં જઈને વજન કરીને કંઈક ખરીદવા જેવું છે." ઘણા લોકોએ તેને આશ્ચર્યજનક ગણાવ્યું, તો કેટલાક એવા પણ હતા કે જેઓ લગ્નમાં આવું કરવામાં આવતા નારાજ પણ થયા.
આ પણ વાંચો:
15 વાર સ્ટેન્ડિંગ ઓવેશન...PM મોદી સાથે સેલ્ફી-ઓટોગ્રાફ માટે US સાંસદોની પડાપડી
અલ્પસંખ્યકોના સવાલ પર બોલ્યા પીએમ- ભારતના લોકતાંત્રિક મૂલ્યોમાં ભેદભાવને જગ્યા નથી
વાવાઝોડાની હવે ગુજરાત પર થશે ભારે અસર! વરસાદથી છલકાઈ જશે નદીઓ-જળાશયો, નવી આગાહી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube