નવી દિલ્હી/ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન બનતા જ ઈમરાન ખાને દેશના લોકોને મોટા મોટા સપના બતાવ્યાં હતાં. પરંતુ આજે પાકિસ્તાનના શું હાલ છે. આજે તમને બે તસવીરો દ્વારા જણાવીશું. એક બાજુ જ્યાં કરાચીમાં ઈમરાન ખાન વિરુદ્ધ હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે જ્યાં બીજી બાજુ પાકિસ્તાનમાં મોંઘવારી એટલી વધી ગઈ છે કે દુલ્હનો હવે સોના ચાંદીના દાગીના નહીં પણ ટામેટાના ઘરેણા પહેરી રહી છે. એટલું જ નહીં દુલ્હન સાસરીવાળાને પણ ટામેટા મોકલી રહી છે. ઈમરાન ખાનના કંગાળ પાકિસ્તાનની આ જ સચ્ચાઈ છે. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જ્યાં પાકિસ્તાનની એક દુલ્હન ટામેટાના દાગીના પહેરીને ઈમરાન ખાનની કંગાળ પાકિસ્તાનની સચ્ચાઈ દુનિયા સામે રજુ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શ્રીલંકાઃ વિક્રમસિંઘેનું રાજીનામું, રાષ્ટ્રપતિ ગોટબાયાએ મોટા ભાઈ મહિન્દાને ચૂંટ્યા નવા પીએમ


સોમવારે કરાચીમાં ટામેટાના ભાગ 300 રૂપિયાથી 320 રૂપિયા પ્રતિ કિલો હતો જે મંગળવારે 400 રૂપિયા પહોંચી ગયો હતો. ટામેટાને લઈને પાકિસ્તાનની ન્યૂઝ ચેનલો પર ખુબ ચર્ચા ચાલી રહી છે. આવામાં ટામેટાવાળી આ દુલ્હનનો વીડિયો ખુબ શેર થઈ રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે દુલ્હનના પિતાએ દહેજમાં ટામેટા આપ્યા છે. 


તમે પણ વાંચો કે પાકિસ્તાની દુલ્હને વધુ શું કહ્યું:
પાકિસ્તાની રિપોર્ટર: તમે દાગીનાની જગ્યાએ , હારની જગ્યાએ ટામેટાનો હાર  પહેર્યો છે.ગજરાની જગ્યાએ ટામેટાનો ઉપયોગ કર્યો છે. ટીકા અને ઝૂમકાની જગ્યાએ ટામેટાનો ઉપયોગ કેમ કર્યો છે?
પાકિસ્તાની દુલ્હન: તમે જાણો છો કે સોનાના ભાવ ખુબ મોંઘા થઈ રહ્યાં છે. ટામેટા અને Chilgozayના ભાવ પણ ખૂબ મોંઘા થઈ રહ્યાં છે...આથી મેં મારા લગ્નમાં ટામેટા અને Chilgozay પહેર્યા છે. 
પાકિસ્તાની રિપોર્ટર: કેટલા દહેજના ટ્રક મોકલ્યા છે. 
પાકિસ્તાની દુલ્હન: જેણે પોતાની પુત્રી અને ટામેટા આપી દીધા. તેણે દહેજ આપવાની શું જરૂર?
પાકિસ્તાની રિપોર્ટર: મને એ જણાવો કે તમને દહેજમાં શું આપવામાં આવ્યું છે?
પાકિસ્તાની દુલ્હન: મને ટામેટાની પેટીઓ આપવામાં આવી છે. Chilgozay આપવામાં આવ્યાં છે. 3 પેટીઓ ટામેટાની આપવામાં આવી છે. તમને ખબર છે કે જ્યારથી મારા પરિવારે મને ટામેટા આપ્યા છે, આખા મહોલ્લામાં ધૂમ મચી ગઈ છે. 
પાકિસ્તાની રિપોર્ટર: તમે તમારા પતિ પાસેથી શું અપેક્ષા રાખો છો?
પાકિસ્તાની દુલ્હન: હું તો આશા રાખુ છું કે તેઓ રોજ સવારે ઉઠે અને શાક માર્કેટમાં જાય અને ટામેટા લઈને આવે. શાકભાજી વધુમાં વધુ લઈને આવે.


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube