શ્રીલંકાઃ વિક્રમસિંઘેનું રાજીનામું, રાષ્ટ્રપતિ ગોટબાયાએ મોટા ભાઈ મહિન્દાને ચૂંટ્યા નવા પીએમ
મહિન્દા રાજપક્ષેના કાર્યકાળમાં ગોટબાયા રક્ષા સચિવ રહ્યાં છે. બંન્ને ભાઈઓના નેતૃત્વમાં પ્રભાકરણના નેતૃત્વ વાળી એલટીટીઆઈ વિરુદ્ધ અભિયાનમાં ગતી લાવી તેનો સફાયો કરવામાં આવ્યો હતો.
Trending Photos
કોલંબોઃ શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ બુધવારે પોતાના મોટા ભાઈ મહિન્દા રાજપક્ષેને દેશના નવા પીએમ તરીકે નોમિનેટ કર્યાં છે. હકીકતમાં આ નિર્ણય રાનિલ વિક્રમસિંઘેના પદથી રાજીનામું આપ્યા બાદ લેવામાં આવ્યો છે. આ શ્રીલંકાના ઈતિહાસમાં પ્રથમવાર છે જ્યારે એક ભાઈ પીએમ અને બીજા રાષ્ટ્રપતિ હશે. ઉલ્લેખનીય છે કે મહિન્દા રાજપક્ષે પહેલા રાષ્ટ્રપતિ રહ્યાં છે અને 2005થી 2015 સુધી પોતાના કાર્યકાળ દરમિયાન ગોટાબાયા દેશના રક્ષા સચિવ રહ્યાં છે. તેના કાર્યકાળમાં જ પ્રભાકરણના નેવૃત્વ વાળા એલટીટીએ વિરુદ્ધ લડાઇમાં ગતી આવી અને તેનો સફાયો કરવામાં આવ્યો હતો.
વિક્રમસિંઘે ગુરૂવારે ઔપચારિક રૂપથી પદ પરથી હટી જશે ત્યારબાદ મહિન્દા પદના શપથ લેશે. ઉલ્લેખનીય છે કે મહિન્દાને 26 ઓક્ટોબર 2018ના તત્કાલીન રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેનાએ પીએમ નિયુક્ત કર્યાં હતા, પરંતુ તેમણે એક વિવાદિત પગલું ભરતા વિક્રમસિંઘને પદ પરથી હટાવી દીધા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશમાં સિરિસેનાના નિર્ણયને ગેરકાયદે ગણાવી દીધો હતો. મહિન્દાની વાત કરીએ તો તેમણે 2005મા સત્તા હાસિલ કરી હતી અને તે દક્ષિણ એશિયન દેશમાં સૌથી લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ રહ્યાં હતા. તે 1970મા દેશમાં સૌથી નાની ઉંમરના સાંસદ ચૂંટાયા હતા, ત્યારે તેમની ઉંમર માત્ર 24 વર્ષની હતી.
વિક્રમસિંઘે કાલે છોડશે પદ
બુધવારે બપોરે પીએમ વિક્રમસિંઘેએ પદથી રાજીનામાંની જાહેરાત કરી હતી. મહત્વનું છે કે વિક્રમસિંઘેની પાર્ટીના નેતાને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હાર મળી છે. ગોટાબાયાએ વિક્રમસિંઘેના ડેપ્યુટી સજીત પ્રેમદાસાને રાષ્ટ્રપતિની ચૂંટણીમાં હરાવ્યા હતા. વિક્રમસિંઘેએ નિવેદન જારી કરીને કહ્યું કે, તેમણે રાષ્ટ્રપતિ ગોટાબાયા સાથે મંગળવારે મુલાકાત કરી અને શ્રીલંકાની સંસદના ભવિષ્ય પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, સંસદમાં તેમની સરકારને હજુપણ બહુમત હાસિલ છે અને તેમણે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રાજપક્ષેને મળેલા જનાદેશને જોતા પદ છોડવાનો નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે રસ્તો ક્લિયર? NCP નેતાએ કર્યો મોટો દાવો
હારથી વધ્યો વિક્રમસિંઘે પર દબાવ
વિક્રમસિંઘેએ કહ્યું, 'હું પદ છોડીશ જેથી નવા રાષ્ટ્રપતિ નવી સરકાર બનાવી શકે. હું કાલે તેમને સત્તાવાર રૂપથી મારા નિર્ણયની સૂચના આપીશ.' વિક્રમસિંઘે 1994થી યૂએનપીના નેતા રહ્યાં છે અને ત્રણ વખત શ્રીલંકાના પીએમ રહ્યાં છે. પ્રેમદાસાની હાર બાદ તેમના પર દબાવ હતો. પાર્ટીના યુવા નેતા અને મંત્રી હરીન ફર્નેન્ડોએ પત્રકારોને કહ્યું કે, તે ઈચ્છે છે કે વિક્રમસિંઘે પાર્ટીનું નેતૃત્વ છોડે અને પ્રેમદાસાનો પોતાના ઉત્તરાધિકારી જાહેર કરે. મહત્વનું છે કે રાજપક્ષેએ સરકાર ચલાવવા માટે 15 સભ્યોની કેયર ટેકર કેબિનેટ કામ કરશે, કારણ કે ફેબ્રુઆરીમાં બંધારણીય રૂપે સંસદને ભંગ કરી દેવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે