ઈસ્લામાબાદઃ કંગાળ પાકિસ્તાનની પોલ ખુદ તેમના જ દેશના સાંસદ સૈયદ મુસ્તફા કમાલે ખોલી નાંખી છે. આર્થિક સંકટ વચ્ચે નેશનલ એસેમ્બલીમાં બોલતાં તેમણે પાકિસ્તાનની શિક્ષણ વ્યવસ્થા પર મોટો સવાલ ઉભો કર્યો. સૈયદ મુસ્તફાએ ભારત સાથે પોતાના દેશની સરખામણી કરતાં કહ્યું કે ભારત ચંદ્ર પર પહોંચી ગયું, જ્યારે કરાચીમાં બાળકો ગટરમાં પડીને મરી રહ્યા છે. કેમ સૈયદ મુસ્તફા કમાલે આવું કહેવાની ફરજ પડી? કેવી છે પાકિસ્તાનની સ્થિતિ?... જોઈશું આ અહેવાલમાં....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીરમાં કલમ 370ની નાબૂદી પછી આ વિસ્તારમાં ખુશહાલી જ ખુશહાલી છે. જ્યારે બીજી તરફ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર છે.. જ્યાં લોકો પાકિસ્તાન પાસેથી આઝાદી માટે રસ્તા પર ઉતરી આવ્યા છે. ભારતના વધી રહેલા દબદબાથી આખી દુનિયા વાકેફ છે. આખી દુનિયામાં ભારતનો ડંકો વાગી રહ્યો છે ત્યાં સુધી કે પાકિસ્તાનના સાંસદ પણ ભારતના ચાહક બની ગયા છે. પાકિસ્તાનની સૌથી મોટી પંચાયત એટલે કે નેશનલ એસેમ્બલીમાં ખુદ પાકિસ્તાનના સાંસદ ભારતના વખાણ કરી રહ્યા છે.  MQM પાર્ટીના સાંસદ સૈયદ મુસ્તફા કમાલે સંસદમાં પાકિસ્તાનની પોલ ખોલી નાંખી.


  • પાકિસ્તાન સાંસદની પોલ-ખોલ

  • પાકિસ્તાનની શિક્ષણ પ્રણાલી પર ઉઠ્યા સવાલ

  • પાકિસ્તાનના સાંસદે જ ખોલી નાંખી પોલ

  • સૈયદ મુસ્તફા કમાલે ભારતના કર્યા વખાણ

  • ભારત ચંદ્ર પર પહોંચ્યું, અમારા બાળકો ગટરમાં છે

  • પાકિસ્તાનમાં કરોડો બાળકો શાળાએ નથી જતાં


તેઓ આટલે જ અટક્યા નહોતા. તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત તમામ સાંસદો અને નેતાઓને સીધો સવાલ પૂછ્યો હતો કે દેશમાં કરોડો બાળકો શાળાએ જઈ રહ્યા નથી. નેતાઓને ઉંઘ કેમની આવે છે?. ભારત દેશમાં થઈ રહેલા વિકાસના કાર્યો અને વધી રહેલી અર્થ વ્યવસ્થાના વખાણ પાકિસ્તાનમાં પણ થઈ રહ્યા છે. પાકિસ્તાની સાંસદે દેશમાં ચાલી રહેલ શિક્ષણ નીતિ અને તાલીમ વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા....


  • કંગાળ પાકિસ્તાનની સ્થિતિ આખી દુનિયાની સામે છે... કેમ કે...

  • છેલ્લાં 1 વર્ષમાં પાકિસ્તાને 3 વખત IMF પાસેથી લોન લીધી છે...

  • 30 એપ્રિલે IMF તરફથી 9.183 હજાર કરોડની નાણાંકીય સહાય મળી....

  • મ મહિનામાં પાકિસ્તાનનો વિદેશી ભંડાર 1.20 લાખ કરોડ રૂપિયા છે...

  • ગયા મહિને ફૂગાવાના દરમાં 17.3 ટકાનો ઘટાડો નોંધાયો...

  • 1 વર્ષ પહેલાં દેશમાં મોંઘવારી દર 38 ટકા પર પહોંચી ગયો હતો....


પાકિસ્તાનમાં શહબાઝ સરકાર આવ્યા પછી ફરી દેશમાં મોંઘવારી દર સતત વધી રહ્યો છે અને હવે તો મોંઘવારીના મારથી પીઓકે, ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં લોકો રસ્તા પર  આવીને વિરોધ કરવા લાગ્યા છે. અને પાકિસ્તાન પાસેથી આઝાદીના નારા લગાવી રહ્યા છે. આતંકવાદની નર્સરી તરીકે જાણીતું પાકિસ્તાન હવે લોકો માટે નરક બની ગયું છે. જ્યારે ભારત ચંદ્ર પર પહોંચી ગયું છે અને વિશ્વગુરુ બનવા તરફ અગ્રેસર છે. આજ કારણ છે કે પાકિસ્તાનના સાંસદ પણ પોતાની જાતને ભારતના વખાણ કરતા રોકી શકતા નથી.