ઈસ્લામાબાદઃ જમ્મુ-કાશ્મીરમાંથી ભારત સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કરાયા પછી જાણે કે પાકિસ્તાનને યુદ્ધનો ઉન્માદ ચડ્યો છે. તેના વડાપ્રધાન સહિત અનેક નેતાઓ એક પછી એક ભારત સાથે યુદ્ધ તો વળી કેટલાક પરમાણુ યુદ્ધ સુધીની ધમકી આપી રહ્યા છે. એવામાં હવે પાકિસ્તાને મિસાઈલ ટેસ્ટ કરવાની તૈયારીઓ શરૂ કરી છે. આ માટે બુધવારે તેણે NOTAM (એરમેનને નોટીસ) અને નૌકાદળને ચેતવણી જાહેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના સત્તાધીશોએ એવી શક્યતા વ્યક્ત કરી છે તે કરાચીની નજીક આવેલી સનમિયાની ટેસ્ટ રેન્જ પર મિસાઈલનું પરિક્ષણ કરવામાં આવશે. આ નોટિસ અનુસાર 28 અને 31 ઓગસ્ટના રોજ યુનિવર્સલ ટાઈમ 4.40 થી 9.00 કલાક દરમિયાન લશ્કરી કવાયત કરવામાં આવશે. 


VIDEO : ઈમરાન ખાનના મંત્રીનું ભડકાઉ નિવેદન- 'ઓક્ટોબર-નવેમ્બરમાં ભારત-પાક વચ્ચે લડાશે યુદ્ધ'


NOTAM ઉપરાંત તાજેતરમાં જ પાકિસ્તાનના રેલવે મંત્રી શેખ રશીદા વડાપ્રધાન ઈમરાન ખાનના શબ્દોનું પુનરુચ્ચારણ કરતા જણાવ્યું છે કે, કાશ્મીરના મુદ્દે નિર્ણાયક યુદ્ધ લડવાનો હવે સમય પાકી ગયો છે. તેમણે બુધવારે રાવલપિંડીમાં આગાહી વ્યક્ત કરી કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2019ના અંતમાં અથવા તો ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં યુદ્ધ થશે. 


પાકિસ્તાને તેની બધી જ મિસાઈલનું નિર્માણ ભારતને ધ્યાનમાં રાખીને કર્યું છે અને સાથે જ તેણે પરમાણુ હથિયારો પણ વિકસાવ્યા છે. દેશના વડાપ્રધાન ઈમરાન ખાન સહિતના અનેક નેતાઓ વિશ્વને ચેતવણી આપી ચૂક્યા છે કે જો ભારત સાથે યુદ્ધ થશે તો તેઓ પરમાણુ હથિયારનો ઉપયોગ કરતા ખચકાશે નહીં. 


પાકિસ્તાની સેના LoC પર આતંકીઓ સાથે સંદેશાવ્યવહાર માટે સ્થાપી રહી છે FM રેડિયો સ્ટેશન


પાકિસ્તાનની સેનાએ સરહદ ઉપર મિસાઈલોનો ખડકલો કરવાનું શરુ કરી દીધું છે, જેમાંથી કેટલીક પરમાણુ હથિયારથી સજ્જ મિસાઈલ પણ છે. ભારત તરફ નિશાન બનાવીને પાકિસ્તાને ગોઠવલી મિસાઈલ નીચે મુજબ છે. 


  • હત્ફ-1 : (70થી 100 કિમી), હત્ફ-2 (અબ્દાલી- 180-200 કિમી)

  • હત્ફ-3 : (ગઝનવી, 290 કિમી) - પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ

  • હત્ફ-7 : (બાબર ક્રૂઝ મિસાઈલ- 350થી 700 કિમી) - પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ

  • હત્ફ-4 : (શાહીન-1, 750 કિમી) - પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ

  • હત્ફ-5 : (ઘોરી- 1250થી1500 કિમી) - પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ

  • હત્ફ-6 : (શાહીન - 1500થી 2000 કિમી) - પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ


મોદી સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 નાબૂદ કરી દેવાયા પછી પાકિસ્તાન તમામ પ્રકારના હવાતિયાં મારી ચૂક્યું છે અને તેને તમામ મોરચે નિષ્ફળતા સાંપડી છે. 


જુઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....