લંડનઃ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370 અને કલમ-35એ નાબૂદ કરાયા પછી પાકિસ્તાન દુનિયાભરમાં દુષ્પ્રચાર કરી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાનની નબળી આર્થિક સ્થિતિની પોલ તેના જ દેશની એક મહિલા સ્કોલરે ખોલી નાખી છે. પાકિસ્તાની સ્કોલર, લેખિકા અને સંરક્ષણ બાબતોની નિષ્ણાત આયેશા સિદ્દીકાએ પાકિસ્તાન અને તેની સેનાને અરીસો દેખાડતા કાશ્મીરને ભુલી જવા જણાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંરક્ષણ બાબતોની નિષ્ણાત આયેશા સિદ્દિકાએ જણાવ્યું કે, પાકિસ્તાન અને તેની સેના કાશ્મીરના મુદ્દે ભારત સાથે યુદ્ધ લડવાની સ્થિતિમાં નથી. પાકિસ્તાનમાં આર્થિક મંદી અને વધતી મોંઘવારીએ દેશની પ્રજા સામે મુસિબતોનો પહાડ ઊભો કરી દીધો છે. આયેશા સિદ્દીકા સિને ઈન્ક સાથેની વાતચીતમાં આ જણાવ્યું છે. 


AIIMS : આગની જ્વાળાઓ વચ્ચે ડોક્ટરોએ ગર્ભવતી મહિલાની કરાવી ડિલિવરી


આયેશાએ જણાવ્યું કે, મેં પાકિસ્તાન અધિકૃત કાશ્મિરમાં મારા એક મિત્રને પુછ્યું હતું કે સેના યુદ્ધ કેમ નથી કરી રહી. મારા મિત્રએ જવાબ આપ્યો હતો કે, પાકિસ્તાનની સેના હારી જશે. હવે પ્રજા સમજી ગઈ છે કે ભારત સામે યુદ્ધ લડવાનો સમય નથી. 


તેમણે જણાવ્યું કે, પાકિસ્તાનની પ્રજા પ્રથમ વખત એવું અનુભવી રહી છે કે યુદ્ધ શક્ય નથી. છેલ્લા 72 વર્ષથી પાકિસ્તાનનું ફોકસ કાશ્મીર અને ભારત છે, પરંતુ એક દિવસ એવો આવશે જ્યારે તે ઉઠશે તો ખબર પડશે કે હવે કશું બચ્યું નથી. 


જૂઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...