AIIMS : આગની જ્વાળાઓ વચ્ચે ડોક્ટરોએ ગર્ભવતી મહિલાની કરાવી ડિલિવરી

દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં શનિવારે સાંજે 4 વાગ્યા પછી અચાનક આગ ફાટી નિકળી હતી. પહેલા માળે લાગેલી આગ છેક પાંચમા માળ સુધી પહોંચી હતી અને તેના પર કાબુ મેળવવામાં ફાયર ફાઈટરોને 6 કલાકનો સમય લાગ્યો હતો 
 

AIIMS : આગની જ્વાળાઓ વચ્ચે ડોક્ટરોએ ગર્ભવતી મહિલાની કરાવી ડિલિવરી

નવી દિલ્હીઃ દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં શનિવારે સાંજે 4 વાગ્યા પછી અચાનક આગ ફાટી નિકળી હતી. પહેલા માળે લાગેલી આગ છેક પાંચમા માળ સુધી પહોંચી હતી અને તેના પર કાબુ મેળવવામાં ફાયર ફાઈટરોને 6 કલાકનો સમય લાગ્યો હતો. ફાયર બ્રિગેડની લગભગ 40થી વધુ ગાડીઓ અને 200થી વધુ ફાયર બ્રિગેડના કર્મચારીઓ આગ બુઝાવવાના કામે લાગ્યા હતા ત્યારે બીજી તરફ એઈમ્સના ડોક્ટરો અને નર્સે એક 30 વર્ષની ગર્ભવતી મહિલાની ડિલિવરી કરાવી હતી. 

આગની જ્વાળાઓ વચ્ચે નાનકડી પરીનો જન્મ 
આગ લાગવાની ઘટના પછી એઈમ્સના ડિલિવરી રૂમ તરફ આગની જ્વાળાઓ ફેલાવા લાગી હતી. આથી નર્સ અને ડોક્ટરોએ ગર્ભવતી મહિલાઓને બીજા વોર્ડમાં શિફ્ટ કરવાની કામગિરી શરૂ કરી હતી. એ દરમિયાન જ એક મહિલાને લેબર પેઈન (પ્રસવ પીડા) શરૂ થયો હતો. આથી ડોક્ટરોએ આવી વિપરિત પરિસ્થિતીમાં મહિલાની ડિલિવરી કરાવી હતી. 

ડોક્ટરોના જણાવ્યા અનુસાર 30 વર્ષની ગર્ભવતિ મહિલાને એઈમ્સના ડો. રાજેન્દ્ર પ્રસાદ નેત્ર વિજ્ઞાન કેન્દ્રના ઓપરેશન થિયેટરમાં લઈ ગયા હતા. અહીં રાત્રે 9.30 કલાકે જ્યારે આગની જ્વાળાઓ ચારે તરફ ફેલાઈ રહી હતી ત્યારે એક સ્વસ્થ બાળકીએ આ દુનિયામાં પ્રવેશ કર્યો હતો. બાળકી અને માતા બંનેની તબિયત સારી છે. મહિલાના પરિવારે એઈમ્સના ડોક્ટરો અને નર્સોનો આભાર માન્યો હતો. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news