ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ટીવી એન્કર અને પૂર્વ સાંસદ આમિર લિયાકતના મોતનું રહસ્ય વધુ ગાઢ બની રહ્યું છે. તેમના મોતને લઈને અનેક પ્રકારની વાત કહેવામાં આવી રહી છે. આ વચ્ચે પાકિસ્તાનની એક કોર્ટે આદેશ આપ્યો કે લિયાકતના મૃતદેહને કબરમાંથી કાઢવામાં આવે અને પોસ્ટમોર્ટમ કરાવવામાં આવે. હકીકતમાં તેમના મૃત્યુ બાદ ફેન્સ અનેક પ્રકારની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. તેમાંથી અબ્દુલ અહમદ નામના વ્યક્તિએ કોર્ટમાં અરજી કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે સંપત્તિ માટે લિયાકતની હત્યા કરી દેવામાં આવી. તો પાકિસ્તાનની સેલિબ્રિટીઓ ઈચ્છતા નથી કે લિયાકતના શબને કબરમાંથી બહાર કાઢવામાં આવે. તે આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. સરકારી વકીલે કહ્યુ કે લિયાકતનો પરિવાર ઈચ્છતો નથી કે મૃતદેહને કાઢીને પોસ્ટમોર્ટમ કરવામાં આવે. 


આ પણ વાંચોઃ દુનિયામાં 2.7 કરોડ શરણાર્થી, એક દાયકામાં 80 ટકા વધારો, યુક્રેન સંકટ બાદ સ્થિતિ ગંભીર


લિયાકતની ત્રીજી પત્ની વિરુદ્ધ અરજી
આમિર લિયાકતની ત્રીજી પત્ની દાનિયા શાહ વિરુદ્ધ એક એનજીઓએ અરજી દાખલ કરી છે અને કાર્યવાહીની માંગ કરી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે લિયાકત કેટલાક દિવસથી ડિપ્રેશનનો સામનો કરી રહ્યા હતા. એક દિવસ તેને સવારે બેચેની અનુભવાય અને તે રાડો પાડવા લાગ્યો. રૂમ બંધ હતો. નોકરે દરવાજો તોડ્યો તો તેનું મોત થઈ ગયું હતું. જાણવા મળ્યું કે કાર્ડિયક અરેસ્ટને કારણે તેનું મોત થયુ છે. તે કેટલાક દિવસથી તણાવમાં રહેતા હતા. 


આમિર લિયાકતનો વિવાદો સાથે પણ નાતો રહ્યો છે. તેમનો એક ન્યૂડ વીડિયો પણ વાયરલ થયો હતો. તો તેમના પર નફરત ફેલાવવાનો અને ડ્રગ્સ લેવાનો પણ આરોપ હતો. થોડા દિવસ પહેલા તેની ત્રીજી પત્ની દાનિયાએ છૂટાછેડાની અરજી કરી હતી. આમિરની ઉંમર 50 વર્ષની હતી અને દાનિયા માત્ર 18 વર્ષની. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube