World Refugee Day : દુનિયામાં 2.7 કરોડ શરણાર્થી, એક દાયકામાં 80 ટકા વધારો, યુક્રેન સંકટ બાદ સ્થિતિ ગંભીર
Trending Photos
World Refugee Day : વિશ્વ બેંકના જણાવ્યાં મુજબ વર્ષ 2021માં લગભગ 23 દેશોની કુલ 85 કરોડ વસ્તી કોઈને કોઈ સંઘર્ષનો સામનો કરી રહી છે. છેલ્લા એક દાયકામાં સંધર્ષવાળા દેશોની સંખ્યા વધીને બમણી થઈ ગઈ છે. આવામાં શરણાર્થીઓની સંખ્યામાં છેલ્લા એક દાયકામાં 80 ટકાથી વધુનો વધારો થયો છે. આ આંકડામાં યુક્રેન સંકટ બાદ પેદા થયેલા શરણાર્થીઓની સંખ્યાને તો હજુ સામેલ જ નથી કરાઈ. યુક્રેન સંકટ બાદ લગભગ 60 લાખ લોકોએ શરણાર્થી બનવું પડ્યું છે.
10 કરોડ લોકો વિસ્થાપિતો
UNHCR ના વર્ષ 2020ના રિપોર્ટમાં કહેવાયું હતું કે એ તો નક્કી છે કે બહુ જલદી દુનિયામાં કુલ વિસ્થાપિતોની સંખ્યા વધીને 10 કરોડ (100 મિલિયન) થઈ જશે. હવે જોવાનું એ છે કે તે ક્યારે થશે. પરંતુ આ વર્ષ 2022ની શરૂઆતમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અને કેટલાક અન્ય દેશોમાં નવા આંતરિક વિસ્થાપનના કારણે શરણાર્થીઓની સંખ્યામાં ભારે વધારો થયો છે. UNHCR મુજબ વિસ્થાપિત લોકોની સંખ્યા વધીને 10 કરોડ થઈ ગઈ છે. એટલે કે હવે દુનિયામાં 78 વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ વિસ્થાપિત છે.
દુનિયાનો દર ત્રીજો વિસ્થાપિત શરણાર્થી
UNHCR ( United Nations High Commissioner for Refugees ) ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ વર્ષ 2021ના અંત સુધીમાં કુલ 8.9 કરોડ લોકો પોતાના ગૃહ દેશની અંદરકે બહાર બળપૂર્વક વિસ્થાપનની વેદના સહન કરવી પડી છે. જેમાંથી 5.3 કરોડ આંતરિક રીતે વિસ્થાપિત થયા છે જ્યારે 2.7 કરોડ લોકો અધિકૃત રીતે શરણાર્થીનો દરજ્જો પ્રાપ્ત છે. આ ઉપરાંત લગભગ 46 લાખ લોકો શરણ ઈચ્છુક છે.
જબરદસ્તીથી વિસ્થાપન લોકોની સંખ્યા ટકાવારી
શરણાર્થી 2.7 કરોડ 30%
આંતરિક રીતે વિસ્થાપિત 5.3 કરોડ 59.57%
શરણ ઈચ્છુક 46 લાખ 5.15%
કુલ બળપૂર્વક વિસ્થાપન 8.93 કરોડ
Source: UNHCR Global Trends 2021
યુક્રેન સંકટ
UNHCR ના રિપોર્ટ મુજબ યુક્રેનમાં બધુ મળીને કુલ 1.3 કરોડ લોકોનું વિસ્થાપન (સ્થાળાંતર) થયું છે. જેમાંથી લગભગ 70 લાખ યુક્રેનની અંદર જ વિસ્થાપિત થયા છે. જ્યારે લગભગ 60 લાખ લોકો રેફ્યૂજી થયા છે. બીજા વિશ્વયુદ્ધ બાદ આ સૌથી મોટું સ્થળાંતર છે.
10 વર્ષમાં શરણાર્થીઓની સંખ્યા 80 ટકા વધી
ત્રણ દાયકા પહેલા 1.9 કરોડ લોકો શરણાર્થી હતા. જે ડિસેમ્બર 2021 આવતા સુધીમાં તો 2.7 કરોડ થઈ ચૂક્યા છે. જો કે વર્ષ 2011માં તેમની સંખ્યા ઘટીને 1.5 કરોડ સુધી પહોંચી હતી. પરંતુ છેલ્લા એક દાયકામાં વધુ 1.2 કરોડ લોકો શરણાર્થીઓની જિંદગી ગુજારી રહ્યા છે.
વર્ષ શરણાર્થીઓની સંખ્યા
1991 1.9 કરોડ
2001 1.6 કરોડ
2011 1.5 કરોડ
2021 2.7 કરોડ
Source: UNHCR Global Trends 2021
આંતરિક વિસ્થાપિતોની સંખ્યા બમણી થઈ
આંતરિક વિસ્થાપિત થનારા લોકોની સંખ્યા કુલ સ્થળાંતર થનારા લોકોની સંખ્યાના 60 ટકા છે. છેલ્લા એક દાયકામાં તેમની વસ્તીમાં પણ 236 ટકાનો વધારો થયો છે. વર્ષ 2011માં જ્યાં આંતરિક વિસ્થાપિતની સંખ્યા 2.24 કરોડ હતી જે વર્ષ 2021માં વધીને 5.3 કરોડ થઈ ગઈ છે.
વર્ષ આંતરિક વિસ્થાપિત લોકો
1991 2.25 કરોડ
2001 2.5 કરોડ
2011 2.24 કરોડ
2021 5.3 કરોડ
એક દાયકામાં શરણ ઈચ્છુક લોકોમાં 5 ગણો વધારો
શરણ ઈચ્છનારા લોકોમાં પણ ભારે વધારો જોવા મળ્યો છે. જ્યાં વર્ષ 2011માં 8.9 લાખ લોકો શરણ માંગી રહ્યા હતા જે વર્ષ 2021 આવતા સુધીમાં તો 5 ગણા વધીને 46 લાખ સુધી પહોંચી ગયા છે.
વર્ષ શરણ ઈચ્છુકોની સંખ્યા
1991 00
2001 9.4 લાખ
2011 8.9 લાખ
2021 46 લાખ
જબરદસ્તીથી વિસ્થાપિત થનારામાં 41 ટકા બાળકો
દુનિયાના દર પાંચ વિસ્થાપિતોમાંથી 2 બાળકો છે. બાળકો દુનિયાની વસ્તીના માત્ર 30 ટકા છે પરંતુ UNHCR ના આંકડા મુજબ જબરદસ્તીથી વિસ્થાપિત થનારાઓમાં બાળકો (41 ટકા)ની સંખ્યા બાળકોની વૈશ્વિક વસ્તીથી 11 ટકા વધુ છે.
આયુ વર્ગ મહિલા પુરુષ
0-17 20% 21%
18-59 26% 27%
60+ 3% 3%
શરણાર્થીઓના પ્રમુખ સ્ત્રોત દેશ
UNHCR 2021 ના રિપોર્ટ મુજબ દુનિયામાં સૌથી વધુ શરણાર્થીઓ સિરિયાના (68 લાખ) છે. યુક્રેન શરણાર્થીઓના ડેટા આ રિપોર્ટનો ભાગ નથી. પણ UNHCR ની વેબસાઈટ મુજબ હાલ દુનિયાનો બીજો સૌથી મોટો શરણાર્થી સમૂહ યુક્રેન (51 લાખ) કહેવાઈ રહ્યો છે. તેની સાથે સાથે વેનેઝુએલા (46 લાખ), અફઘાનિસ્તાન (27 લાખ), દક્ષિણ સૂડાન (24 લાખ), અને મ્યાંમાર (13 લાખ) દેશોમાંથી પણ મોટા પાયે લોકો શરણાર્થી બની રહ્યા છે.
દેશ શરણાર્થી
સિરિયન, અરબ ગણરાજ્ય 68 લાખ
યુક્રેન* 51 લાખ
વેનેઝુએલા ** 46 લાખ
અફઘાનિસ્તાન 27 લાખ
દક્ષિણ સૂડાન 24 લાખ
મ્યાંમાર 13 લાખ
*- ડેટા યાદીમાં સામેલ છે અને યુએનએચસીઆર ગ્લોબલ ટ્રેન્ડ્સ 2021નો ભાગ નથી.
**- તે વેનેઝુએલાના શરણાર્થીઓ અને વિદેશોમાં વિસ્થાપિત વેનેઝુએલાના લોકોની સંખ્યા છે.
ભારતમાં કેટલા શરણાર્થીઓ?
જો કે ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવેલા લોકોની સંખ્યા કરોડોમાં હોવાનું કહેવાય છે. પરંતુ અધિકૃત આંકડાઓ મુજબ ભારતમાં 46,000થી વધુ લોકો શરણાર્થી કે શરણ ઈચ્છુક તરીકે રજિસ્ટર્ડ છે. જેમાંથી મોટાભાગના મ્યાંમાર અને અફઘાનિસ્તાન મૂળના છે. UNHCR ના જણાવ્યાં મુજબ 31 જાન્યુઆરી 2022 સુધી ભારતમાં રહેતા કુલ શરણાર્થીઓમાંથી 46 ટકા મહિલાઓ અને છોકરીઓ છે તથા કુલ સંખ્યાના 36 ટકા બાળકો છે.
શાં માટે ઉજવાય છે વિશ્વ શરણાર્થી દિવસ?
શરણાર્થી કોને કહેવાય? સંયુક્ત રાષ્ટ્રએ શરણાર્થીઓની સ્થિતિ સંબંધિત 1951ના કન્વેન્શનની કલમ 1માં આ શબ્દની વ્યાખ્યા આપી છે. શરણાર્થી એને કહેવાય જે નસ્લ, ધર્મ, રાષ્ટ્રીયતા, કોઈ વિશષ સમૂહની સદસ્યતા, કે રાજનીતિક મતના કારણે તેને હેરાન પરેશાન કરવાના ડરને લીધે પોતાના મૂળ દેશમાં પાછા ફરવા માટે અસમર્થ હોય કે અનિચ્છુક હોય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે