ઇસ્લામાબાદ : પાકિસ્તાન સંકટમાં છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા સંકોચાઇ રહી છે. પાકિસ્તાનની આર્થિક વૃદ્ધિ સતત ગગડી રહી છે. આ નાણાકીય વર્ષમાં તેની વૃદ્ધિ 5.2 ટકા રહેવાની આશા છે. બીજી તરફ વર્ષની શરૂઆતમાં તેના 6.2 ટકા રહેવાનુ અનુમાન લગાવવામાં આવ્યું હતું.  જો આર્થિક વૃદ્ધિ દર નબળો પડે છે તો પાકિસ્તાન ઘણા વર્ષો સુધી પછાત થઇ શકે છે. સરકારના અનુસાર રાજકોષીય દબાણ અને કૃષી તથા નિર્માણ ક્ષેત્રમાં મંદિના કારણે વૃદ્ધી પર અસર દેખાય છે. અગાઉ આઇએમએફએ પણ આર્થિક વૃદ્ધિ અનુમાનને ઘટાવીને 4.7 ટકા કર્યું હતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત્ત વર્ષે પરિસ્થિતી સારી હતી
ગત્ત નાણાકીય વર્ષમાં પાકિસ્તાનનો વૃદ્ધિ દર 5.8 ટકા હતો. તે ગત્ત 13 વર્ષનો સર્વશ્રેષ્ઠ આંકડ છે. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનલના સમાચાર અનુસાર સરકારે તમામ બૃહદ લક્ષ્યાંકોને ઘટાડી દીધા છે. પાકિસ્તાનની સરકારનું અનુમાન છે કે આર્થિક વૃદ્ધિ દર આ વર્ષે 5.2 ટકાની આસપાસ રહેશે. 

પાકિસ્તાની મુદ્રા આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનું મૂલ્ય સતત ગુમાવી રહી છે. પાકિસ્તાની રૂપિયો હાલ ડોલરની તુલનાએ 120 રૂપિયા સુધી પહોંચી ગયો છે. પાકિસ્તાનની વિદેશી મુદ્રાનો ભંડાર પણ સતત ખાલી થઇ રહ્યો છે. આ આંકડાઓ અનુસાર પાકિસ્તાન પાસે હવે માત્ર 10.3 અબજ ડોલર એટલે કે, 69,504 કરોડ રૂપિયાનું જ વિદેશી હુંડિયામણ છે. ગત્ત વર્ષે મે મહિનામાં તે 16.4 અબજ ડોલર એટલે કે 1,10,667 કરોડ રૂપિયા હતું.

માત્ર 10 અઠવાડીયા ચાલે તેટલો ભંડાર
પાકિસ્તાન પાસે જેટલો વિદેશી મુદ્રા ભંડાર છે, તે મહત્તમમાં મહત્તમ 10 અઠવાડીયા સુધીની આયાત બરાબર છે. વિદેશમાં નોકરી કરી રહેલા પાકિસ્તાની દેશમાં જે પૈસા મોકલતા હતા, તેમાં પણ ઘટાડો થયો છે તેની સાથે જ પાકિસ્તાનની આયાત વધી છે. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરમાં લાગેલી કંપનીઓને ભારે ચુકવણીના કારણે પણ વિદેશી મુદ્રા ભંડાર ખાલી થઇ રહ્યો છે. 

વર્લ્ડ બેંકે ઇશ્યું કરી હતી ચેતવણી
વર્લ્ડ બેંકે ઓક્ટોબર 2017માં પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે તેને દેવાની ચુકવણી અને ચાલુ ખાતાના નુકસાન માટે આ વર્ષ 17 અબજ ડોલરની જરૂરિયાત પડશે. જો કે પાકિસ્તાને આ અંગે તર્ક આપ્યો હતો કે વિદેશોમાં વસેલા અમીર પાકિસ્તાનીઓને સારા લાભની લાલચ આપવામાં આવે તો પોતાનાં દેશની મદદ કરી શકે છે. પાકિસ્તાનના કેન્દ્રીય બેંકના એક અધિકારીએ કહ્યું હતું કે, જો પ્રવાસી પાકિસ્તાની ઓફર આપવામાં આવશે તો દેશમાં પૈસા જરૂર આવશે. 

સંકટમાં પાકિસ્તાન
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદથી પાકિસ્તાનને મળનારી આર્થિક મદદમાં અમેરિકાએ ઘટાડો કર્યો છે. રોયટર્સના અનુસાર પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધો સંપુર્ણ રીતે પાટા પરથી ઉતરી ગયા છે. પાકિસ્તાનને પ્રવાસીઓ પાસેથી એક અબજ ડોલરની જરૂરિયાત છે. ચીનનું પાકિસ્તાન પર દેવું સતત વધી રહ્યું છે. આ આર્થિક વર્ષ સુધીમાં ચીન પાસેથી પાંચ અબજ ડોલરનું દેવું આપવામાં આવી ચુક્યું છે.