ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ચૂંટણી પંચે દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને પીટીઆઈ નેતા ઇમરાન ખાનને મોટો ઝટકો આપતા અયોગ્ય જાહેર કરી દીધા છે. સામાન્ય સહમતિથિ થયેલા નિર્ણયમાં પંચે કહ્યું કે ઇમરાન ખાન હવે દેશની સંસદ નેશનલ એસેમ્બલીના સભ્ય નથી. ચૂંટણી પંચના આ નિર્ણય બાદ દેશમાં હિંસાની આશંકા જોતા ચૂંટણી પંચે અનેક પોલીસકર્મીઓને સુરક્ષા વ્યવસ્થા માટે તૈનાત કરી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇમરાન ખાનના સમર્થકોને રોકવા માટે પાકિસ્તાન સરકારે અર્ધસૈનિક દળોને પણ તૈનાત કર્યાં છે. પોલીસે કહ્યું કે કોઈપણ પીટીઆઈ નેતાને ચૂંટણી પંચ પાસે જવા દેવામાં આવશે નહીં. આ પહેલા 19 સપ્ટેમ્બરે ચૂંટણી પંચે તોશાખાના મામલામાં પોતાના ચુકાદાને સુરક્ષિત રાખી લીધો હતો. આ નિર્ણય બાદ નિષ્ણાંતોનું કહેવું છે કે ઇમરાન ખાન તેને કોર્ટમાં પડકારશે. 


રશિયાએ નિભાવી મિત્રતા, ભારત માટે કર્યું એવું કામ...ચીન-પાકિસ્તાનના હોશ ઉડ્યા


ચૂંટણી પંચમાં અંતિમ સુનાવણી દરમિયાન ઇમરાન ખાનના વકીલે સ્વીકાર્યું હતું કે તેના ક્લાયન્ટે 2018-201 વચ્ચે મળેલી ઓછામાં ઓછી ચાર ગિફ્ટ વેચી દીધી હતી. તેમણે કહ્યું કે આ વિદેશી ગિફ્ટને 5 કરોડ 80 લાખ રૂપિયામાં વેચવામાં આવી હતી. તેની વિગત ઇમરાન ખાને પોતાના આવકવેરા રિટર્નમાં દેખાડી હતી. ઇમરાન ખાનના વકીલે તે પણ કહ્યું કે પીટીઆઈ નેતાએ ચૂંટણી પંચને પણ આ ગિફ્ટ વિશે જાણકારી આપી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube