નવી દિલ્હી: રાફેલ વિમાન (Rafale Jet) મામલે પાકિસ્તાનનો ડર ખુલ્લેઆમ દેખાયો છે. પાકિસ્તાન (Pakistan)ના સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા (General Qamar Javed Bajwa)એ ભારતના રાફેલ વિમાન ખરીદવા પર ઇશારા ઇશારામાં કહ્યું કે, કોઇ નવા હથિયારોથી પાકિસ્તાનને ડરાવી શકે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રિયાએ સ્વિકારી Sushantના ઘરે ડ્રગ્સ આવવાની વાત, પરંતુ આ સવાલો પર રહી મૌન


બાજવાએ તેના નિવદેનમાં પહેલા તો કહ્યું કે, કોઇ પાંચમી પેઢીના હથિયારોથી પાકિસ્તાનને ડરાવી શકે નહીં. પછી બાલાકોટ પર પણ જુઠું બોલ્યા. તેમણે કહ્યું કે, પાકિસ્તાને બાલાકોટ એર સ્ટ્રાઇકને નિષ્ફળ કરી હતી. તેમણે કહ્યું કે, જો અમારા પર યુદ્ધ લાદવામાં આવે તો અમે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું.


એટલું જ નહીં જનરલ બાજવાએ ભારત પર ક્ષેત્રીય શાંતિને દાવ પર લગાવવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે, પાકિસ્તાન દુનિયા અને આ ક્ષેત્રમાં શાંતિ ઇચ્છે છે. તેમણે ભારતને ડરાવવા માટે કહ્યું કે અમને નવા હથિયારોથી આંખો દેખાડી શકાય નહીં અને ના અમારા માટે કોઈ ભય નથી.


આ પણ વાંચો:- Sushant Case: રિયા ચક્રવર્તીની NCBની પૂછપરછ પૂર્ણ, આવતીકાલે ફરી થશે પૂછપરછ


ભારતની બહાદુરીની કહાની
પાકિસ્તાન ભલે વારંવાર ધમકી આપતું હોય પરંતુ સત્ય તેને પણ ખબર છે. ત્યારે તો તે બાલાકોટ સ્ટ્રાઇકને લઇને આ પ્રકારનું જુઠું બોલી રહ્યાં છે. રાફેલ વિમાનોએ પાકિસ્તાનના ભયને વધાર્યો છે. 6 સપ્ટેમ્બર 1965ની હાર પણ તેમને સારી રીતે યાદ છે. 1965માં, ભારતીય સૈન્યનું પરાક્રમે પાકિસ્તાન પર એટલું પ્રભુત્વ મેળવ્યું કે તે લાહોરમાં ત્રિરંગો લહેરાતો જોવા મળ્યો હતો અને આ વખતે ભારતે મોટા હુમલો કરવાની તૈયારી કરી લીધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર