નવી દિલ્હીઃ ગુપ્તચર એજન્સીના રિપોર્ટ અનુસાર ખાલિસ્તાની સમર્થક આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) બ્રિટનમાં પોતાનું નેટવર્ક મજબૂત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર બીકેઆઈએ બ્રિટનના બર્મિંઘમ, ડર્બી અને કોવેન્ટ્રી વિસ્તારોમાં પોતાના નેટવર્કનો વિસ્તાર કર્યો છે. પાકિસ્તાનની જાસુસી સંસ્થા ISI તેને ફંડ પુરું પાડી રહી છે અને તે બ્રિટન સહિત દુનિયાના અનેક દેશોમાં ખાલિસ્તાની સમર્થકો તથા તેની સાથે જોડાયેલા આતંકીઓના નેટવર્કને મજબત કરવાના પ્રયાસ કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય એજન્સીઓને શંકા છે કે, બીકેઆઈએ બ્રિટનના અનેક ધાર્મિક સ્થળોમાં પોતાની હાજરી વધારવાના પ્રયાસો શરૂ કર્યા છે, જેથી તેઓ પંજાબને ફરી એક વખત નિશાન બનાવી શકે. ઉલ્લેખનીય છે કે, બ્રિટનમાં ભારતીયોની સંખ્યા ઘણી મોટી છે અને તેમાં પણ પંજાબથી ગયેલા લોકોની સંખ્યા મોટી છે. બબ્બર ખાલસા જૂથ ISIની મદદથી દેશની બહાર રહેતા પંજાબી લોકોમાં પોતાનું નેટવર્ક બનાવવાના પ્રયાસ કરી રહ્યું છે. 


તમામ મંત્રાલયો માટે પંચવર્ષીય યોજના બનાવવા ટોચના અધિકારીઓને પીએમ મોદીનો આદેશ 


ISIની નજર ભારતના શીખ સમુદાયના નવયુવાનો પર છે. તે અલગતાવાદી સંગઠન 'શીખ ફોર જસ્ટિસ'ની મદદથી સોશિયલ મીડિયા દ્વારા ભારત વિરુદ્ધ ઝેરનો પ્રચાર કરી રહી છે. આ સાથે જ પાકિસ્તાનના કરતારપુર સાહિબમાં દર્શન માટે જતા ભારતીય લોકો પર પણ ISIની નજર છે. 


ભારતીય એજન્સીઓને આશંકા છે કે, ISI આ અલગતાવાદી સંગઠનોની મદદથી પંજાબમાં ફરીથી આતંકી હુમલા કરાવવા માગે છે. પાકિસ્તાનમાં આજે પણ ખાલિસ્તાન સમર્થિત અનેક આતંકવાદી સંગઠન અસ્તિત્વમાં છે અને તેઓ ગુપ્ત રીતે અલગ ખાલિસ્તાનની ચળવળ ચલાવી રહ્યા છે. 


જૂઓ LIVE TV... 


ભારતના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો....