નવી દિલ્હીઃ ભારતને દુનિયાભરમાં બદનામ કરવા માટે પાકિસ્તાન (Pakistan)ના એક મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ભારત (India) વિરુદ્ધ કાશ્મીર પર જુઠ્ઠાણું ફેલાવવા માટે પાકિસ્તાને વિશ્વભરમાં ફેલાયેલા તેમના હાઈ કમિશ્નર અને દૂતાવાસોને કામે લગાડી દીધા છે. ઝી મીડિયા પાસે ઉપલબ્ધ દસ્તાવેજો પરથી જાણવા મળ્યું છે કે પાકિસ્તાને 27 ઓક્ટોબરે અમેરિકા  (US) સહિત યુરોપ (Europe) ના ઘણા દેશોમાં ભારત વિરુદ્ધ પ્રદર્શન અને સેમીનારનું આયોજન કરવાનું પ્લાનિંગ બનાવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

27 ઓક્ટોબરે 'કાશ્મીર બ્લેક ડે' મનાવશે પાકિસ્તાન
તમને જણાવી દઈએ કે ભારત વિરુદ્ધના આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે પાકિસ્તાને તાજેતરમાં કાશ્મીર સેલની એક બેઠક બોલાવી હતી, જેમાં પાકિસ્તાનની વિશ્વભરમાં જાણીતી ગુપ્તચર સંસ્થા ISIના અધિકારીઓ સહિત પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના અધિકારીઓ સામેલ થયા હતા. આ બેઠકમાં કાર્યક્રમને સફળ બનાવવા અનેક વ્યૂહરચના અંગે ચર્ચા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે પાકિસ્તાન દર વર્ષે 27 ઓક્ટોબરે 'કાશ્મીર બ્લેક ડે' તરીકે ઉજવે છે.


10 પુરાતત્વીય શોધો જેની સાથે જોડાયેલા સવાલોના જવાબ વૈજ્ઞાનિકો પણ નથી શોધી શક્યા


શું છે પાકિસ્તાનનો પ્લાન?
પાકિસ્તાને પોતાના તમામ દૂતાવાસોને ફેક્સ મેસેજ દ્વારા 27 ઓક્ટોબરે યોજાનારી ઈવેન્ટની યાદી પણ મોકલી છે. તેની સાથે એક ખાસ ફંડ પણ મંજૂર કરવામાં આવ્યું છે. આ તમામ દેશોને કાશ્મીર પર વેબિનાર અને આમંત્રિતોનું આયોજન કરવા માટે કહેવામાં આવ્યું છે, જેમાં ભારતીય સુરક્ષા દળો સામેના નકલી માનવાધિકાર ઉલ્લંઘનના મામલાઓને હાઇલાઇટ કરવામાં આવશે. તમામ ધરણાં પ્રદર્શનોને તે દેશોના મીડિયામાં વધુ સારું કવરેજ મળે તે માટેની યોજના પણ બનાવવા માટે કહેવામાં આવ્યું છે. આ ધરણા પ્રદર્શનને સફળ બનાવવા માટે ઈસ્લામાબાદથી તમામ પાક દૂતાવાસોને ફંડ પણ મોકલવામાં આવ્યું છે.


સોશિયલ મીડિયા આર્મીને પાકિસ્તાનને કામ પર લગાવ્યું
સાથે સોશિયલ મીડિયા, ટ્વિટર, ફેસબુક અને Whatappનો પણ ઉપયોગ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. કાશ્મીરને લઈને ટ્વિટર પર પાકિસ્તાની આઈએસઆઈ હેશટેગનો પણ ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં પાકિસ્તાનને પોતાની સોશિયલ મીડિયા આર્મીને પણ તેમના આ કામમાં લગાવી છે. પાકિસ્તાન આ અવસરે ઘણા કાશ્મીરી અલગાવવાદીઓને પણ વિશ્વભરમાં થનાર આ કાર્યક્રમોમાં આમંત્રિત કર્યા છે, જેના કારણે વિશ્વને એવું બતાવી શકાય કે આ સામાન્ય કાશ્મીરીઓનો અવાજ છે.


પ્રશંસકો માટે મોટા સમાચાર: શું હાર્દિક પંડ્યા ન્યૂઝીલેન્ડ સામેની ટી20 વર્લ્ડ કપની મેચમાં થશે ડ્રોપ?


આ વર્ષે 1 ફેબ્રુઆરીએ આવો જ એક ફેક્સ પાકિસ્તાની વિદેશ મંત્રાલયે અમેરિકાના ન્યૂયોર્કમાં સ્થિત પોતાના કાન્સુલેટ જનરલ ઓફિસ (Consulate General Office)ને મોકલ્યો હતો, જેમાં Kashmir Solidarity Dayને સફળ બનાવવા માટે પાકિસ્તાની અમેરિકી કમ્યુનિટીની મદદથી કેન્ડલ વિઝિલ પ્રોટેસ્ટ (Candle Vigil Protest) કરવા માટે કહેવામાં આવ્યું હતું.સાથે ન્યૂયોર્કની તમામ ટેક્સી અને ટ્રેક પર ભારત વિરોધી જાહેરાત અભિયાન (Advertisement Campaign)ની સાથે સાથે Kashmir Solidarity Day પર વેબિનાર કરાવવા માટે કહેવામાં આવ્યું હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube