10 પુરાતત્વીય શોધો જેની સાથે જોડાયેલા સવાલોના જવાબ વૈજ્ઞાનિકો પણ નથી શોધી શક્યા
પુરાતત્વીય શોધોના કારણે આજે પૃથ્વીના ઈતિહાસને ઘણી હદ સુધી સમજવામાં સફળ થયા છે. જોકે હજુ સુધી બીજા અનેક રહસ્યો પરથી પડદો હટવાનો બાકી છે.
પૃથ્વીનો ઈતિહાસ રહસ્યમયી અને ન સમજાય તેવી ઘટનાઓથી ભરેલો છે. તમે જેટલી ઊંડાઈમાં જવાનો પ્રયાસ કરો છો, તેટલા જ સવાલ તમારા મનમાં સવાલ ઉભા થશે. બીજી તરફ, પુરાતત્વીય શોધોના કારણે આજે પૃથ્વીના ઈતિહાસને ઘણી હદ સુધી સમજવામાં સફળ થયા છે. જોકે હજુ સુધી બીજા અનેક રહસ્યો પરથી પડદો હટવાનો બાકી છે. આજે અમે તમને ઈતિહાસની તે પુરાતત્વીય શોધો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને એવું લાગે છે કે તે મનુષ્યો દ્વારા નહીં પણ દેવતાઓ અથવા એલિયન્સ દ્વારા બનાવવામાં આવી છે.
ડેરિંક્યુનું ભૂગર્ભ શહેર
પ્રાચીન ઈજનેરીનું બીજું ભવ્ય ઉદાહરણ ડેરિંક્યુનું ભૂગર્ભ શહેર છે. આ શહેર તુર્કીમાં સ્થિત છે. હજારો વર્ષો પહેલા પ્રાચીન લોકોએ પૃથ્વીની અંદર સેંકડો મીટર ખોદકામ કરીને આ અદ્ભુત ભૂગર્ભ શહેર બનાવ્યું હોવાનું માનવામાં આવે છે. આ ભૂગર્ભ શહેર ઘણા રહસ્યોથી ભરેલું છે. તે કયા હેતુ માટે બનાવવામાં આવ્યું હતું તે આજ સુધી જાણી શકાયું નથી.
અંડરવોટર યોનાગુની શહેર - જાપાન
આ શહેરને જાપાનીઝ એટલાન્ટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. સંશોધકોનું માનવુ છે કે, આ જળમગ્ન સ્થળ કોઈ પ્રાચીન સભ્યતાનો ભાગ હોવો જોઈએ. આ સભ્યતા હિમયુગથી પહેલા પૃથ્વી પર હાજર હતી. આ શહેરનું નિર્માણ અને તેની સંરચના આજે પણ વૈજ્ઞાનિકો માટે એક પડકાર છે.
રહસ્યમય વાહન ટ્રેક
આ રહસ્યમયી વાહનો ટ્રેકથી બનેલા આ રસ્તા 14 મિલિયન વર્ષથી પણ જૂના છે. એવું કહેવામાં આવે છે કે, આ પૃથ્વી મનુષ્યો પહેલા બીજી પણ કેટલીક સંસ્કૃતિઓનું ઘર રહ્યુ હશે.
કુદરતી અણુ રિએક્ટર
1972માં કેટલાક સંશોધકોએ ગેબોન (આફ્રિકાનો એક દેશ) માં કુદરતી પરમાણુ રિએક્ટરના સમૂહની શોધની પુષ્ટિ કરી. બે અબજ વર્ષો પહેલા ગેબોનમાં આ પરમાણુ રિએક્ટરનો વિકાસ કેવી રીતે થયો તે વાત આજ દિન સુધી વૈજ્ઞાનિકોની સમજ બહાર છે.
જાયન્ટ સ્ટોન ગોળા
આ વિશાળ પથ્થરના દડા Costa Ricaમાંથી મળી આવ્યા. એવું માનવામાં આવે છે કે તેઓ 1930માં જંગલ સાફ કરતી વખતે કામદારોને આ સ્ટોન મળી આવ્યા હતા. આજ સુધી આ પથ્થરો વિશે કોઈ જાણી શકાયું નથી.
વિશાળ છરી
આ વિશાળ છરી સમુદ્રની અંદરથી બહાર કાવામાં આવી હતી. આ વિશાળ છરીનો ચોક્કસ હેતુ આજ સુધી એક રહસ્ય છે.
સૂર્યનો દરવાજો
સૂર્ય દ્વાર, વિશાળ પત્થરને કાપીને બનાવેલ આ મેહરાવ અથવા પ્રવેશ દ્વાર છે જે બોલીવિયામાં સ્થિત આ પ્રાચીન રહસ્યમયી શહેર Tiwanakuમાં સ્થિત છે. પુરાતત્વવિદો માને છે કે પ્રથમ સહસ્ત્રાબ્દી દરમિયાન આ પ્રાચીન શહેર વિશાળ સામ્રાજ્યનું કેન્દ્ર હતું. સંશોધકોએ આ વિશે ઘણી બાબતો જણાવી હતી, પરંતુ આ સ્મારક પર કોતરવામાં આવેલી કેટલીક અજાણી તસવીરોનું રહસ્ય જાણી શક્યા નથી.
લોંગયુ ગુફાઓ
લોંગ્યુ ગુફાની ગણતરી અત્યાર સુધીના સૌથી મોટા બાંધકામોમાં થાય છે. એવું માનવામાં આવે છે કે આ ગુફા ઓછામાં ઓછા 2000 વર્ષ જૂની છે. આ ગુફા વિશે વધારે ક્યાંય ઉલ્લેખ નથી. પુરાતત્ત્વશાસ્ત્રીઓ અને સંશોધકો હજુ પણ આ ગુફાઓના વિશાળ કદ અને ચોક્કસાઈથી આજે પણ મૂંઝાઈ રહ્યા છે.
મોહેંજો દરો
મોહેંજોદરોનું નિર્માણ અને વિનાશ વિશ્વના સૌથી ચોંકાવનારા રહસ્યો પૈકીનું એક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મોહેંજો દરોનો એલિયન્સ સાથે પણ સંપર્ક થયો છે. આ સંસ્કૃતિના વિનાશ વિશે કહેવામાં આવે છે કે, આ શહેરનો નાશ દેવતાઓ દ્વારા કરવામાં આવ્યો છે. જોકે, આ બાબતોમાં કેટલું સત્ય છે તે વિશે ચોક્કસ માહિતી નથી.
સક્સ્યવામન
આ સૌથી અવિશ્વસનીય પ્રાચીનસ્થળ પૈકીનું એક છે. આ સ્થળના અવિશ્વસનીય હોવા પાછળનું કારણ ન માત્ર અહીંનો પ્રાચીન ઈતિહાસ છે. પરંતુ અહીં ઉપયોગમાં લેવાયેલા અદ્ભૂત અને વિશાળ પત્થર છે. આ પત્થરોને એવી રીતે સેટ કરવામાં આવ્યા છે, કે તેમની વચ્ચે કાગળનો એક ટુકડો પણ ન જઈ શકે. અહીં કરવામાં આવેલ ચણતર અને તેનું બાંધકામ પુરાતત્વવિદો માટે એક પ્રશ્ન છે.
Trending Photos