ઈસ્લામાબાદ :અયોધ્યા રામ મંદિર (Ayodhya Case Verdict) મામલે સુપ્રિમ કોર્ટે (Supreme Court) આજે ચુકાદો આપ્યો. આ નિર્ણય પર પાકિસ્તાન (Pakistan)ના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી (Shah Mehmood Qureshi)એ શનિવારે કહ્યું કે, આ નિર્ણય પહેલાથી જ દબાવવામાં આવેલ મુસ્લિમ સમુદાય પર વધુ દબાણ નાંખશે. આ પહેલા શનિવારે ભારતની સુપ્રિમ કોર્ટના પાંચ ન્યાયાધીશોની સંવિધાનિક પીઠે ચુકાદો આપ્યો કે, વિવાદિત રામ જન્મભૂમિ બનાવવા માટે હિન્દુઓને આપવી જોઈએ, જ્યારે કે મુસ્લિમ સમુદાયને મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન અલગ સ્થળે ફાળવવી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામ મંદિરની ડિઝાઈન તૈયાર જ છે, અમદાવાદના આ આર્ટિટેક્ટે 30 વર્ષ પહેલા VHP સાથે મળીને બનાવી હતી 


કુરૈશીએ જિયો ન્યૂઝના માધ્યમથી કહ્યું કે, ભારતીય સુપ્રિમ કોર્ટના નિર્ણયથી પહેલેથી દબાવવામાં આવેલ મુસ્લિમ સમુદાય પર વધુ દબાણ પડશે. તેમણે એમ પણ કહ્યું કે, પાકિસ્તાન વિદેશ કાર્યાલય ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ આ મામલા પર અધિકારીક નિવેદન જાહેર કરશે. 


કુરૈશીએ આ નિર્ણય પર સવાલ પણ કર્યો કે, ઐતિહાસિક કરતારપુર કોરિડોર દ્વારા હજારો ભારતીય શીખ શ્રદ્ધાળુઓ માટે પાકિસ્તાનના દરબાર સાહિબ ગુરુદ્વારા જવાના દરવાજા ખુલ્લા મૂકી દેવાયા છે. 


પ્રભુ શ્રીરામને એક બહેન પણ હતી, રામાયણના આ 5 રહસ્યોથી તમે પણ અજાણ હશો


કુરૈશીએ સવાલ કરતા કહ્યું કે, ભારતીય સુપ્રીમ કોર્ટે લાંબા સમય બાદ આજે ચુકાદો આપ્યો છે. ભારતીય અદાલતે આજે જ ચુકાદાની જાહેરાત કેમ કરી? તો બીજી તરફ, પાકિસ્તાનના માનવાધિકાર મંત્રી શિરીન મજારીએ પણ રામ મંદિરના ચુકાદાના સમય પર સવાલ ઉઠાવ્યો છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube