Pics : રામ મંદિરની ડિઝાઈન તૈયાર જ છે, અમદાવાદના આ આર્ટિટેક્ટે 30 વર્ષ પહેલા VHP સાથે મળીને બનાવી હતી
Trending Photos
અમદાવાદ :આજે સુપ્રિમ કોર્ટે (supreme court) રામ જન્મ ભૂમીનો ચુકાદો (ayodhya verdict) આપવામાં આવ્યો છે. કોર્ટે ત્રણ મહિનામાં ટ્રસ્ટ અને મંદિર નિર્માણ કરવાના આદેશ આપ્યા છે. ત્યારે દરેક દેશવાસી રામ મંદિર (ram mandir) કેવુ બનશે તેવા સપના જોઈ રહ્યાં છે. ત્યારે રામમંદિરના ઐતિહાસિક ચુકાદા વચ્ચે તમને જાણવુ ગમશે કે, રામમંદિર કેવુ બનશે તેની ડિઝાઈન છેલ્લાં 30 વર્ષથી તૈયાર છે. રામ મંદિર માટે 1978માં VHP સાથે રહીને અમદાવાદના આર્ટિટેક્ટ ચંદ્રકાન્ત સોમપુરાએ ડિઝાઈન તૈયાર કરી હતી. રામંદિરનો દરેક ખૂણો કેવો હશે તેનું સંપૂર્ણ પ્લાનિંગ તેમની પાસે રેડી છે.
મમંદિરના મુખ્ય આર્કિટેક ચન્દ્રકાન્ત સોમપુરા અમદાવાદના વતની છે. જેઓએ રામ મંદિર માટે 1978માં વીએચપી સાથે રહીને ડિઝાઇન તૈયાર કરી હતી. આજે પણ આ ડિઝાઈન તેમની પાસે છે. સોમનાથ મંદિરની ડિઝાઈન પર સોમપુરા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જ બનાવાઈ હતી. આ સોમપુરા ફાઉન્ડેશન ટ્રસ્ટ શિલ્પકામ સાથે સંકળાયેલું છે અને મંદિર બાંધકામ કરવામાં આવે છે. રામમંદિરના મુખ્ય આર્કિટેક્ટ ચન્દ્રકાન્ત સોમપુરા છે. ચંદ્રકાંત સોમપુરાએ આ મંદિર કેવુ હશે તે મીડિયાને જણાવ્યું હતું.
રામ મંદિરની ડિઝાઈન કેવી હશે...
- ડિઝાઇન મુજબ 67 એકરમાં મંદિર બની શકે છે. મંદિર ઉત્તર ભારતની પ્રચલિત નાગરશૈલીની બનાવટમાં જોવા મળશે.
- મંદિરની ઉંચાઈ, 141 ફૂટ લંબાઈ 277 ફૂટ, પહોળાઈ 125 ફૂટ રહેશે. શિલ્પશાસ્ત્રના નિયમો મુજબ મંદિર હશે.
- આ મંદિરમાં સ્ટીલનો ઉપયોગ નહિ કરાય. રાજસ્થાનના પથ્થરોથી મંદિર બનશે, જેનું આયુષ્ય હજારો વર્ષનું રહેશે.
- અત્યાર સુધીમાં 40% જેટલું કોતરકામ પૂર્ણ થઈ ચૂક્યું છે. ડિઝાઈન મુજબના મંદિરને તૈયાર થવામાં આશરે ત્રણ વર્ષનો સમય લાગશે.
- બહારથી આવતા ભક્તોનું ધ્યાન શિખર પર પડે તે પ્રકારશનું અષ્ટકોણીય શિખર બનાવાશે. તેમજ ગર્ભગૃહ પણ અષ્ટકોણીય આકારમાં બનશે. જેની પ્રદક્ષિણા કરી શકાશે. મંદિરમાં ગૂઢ મંડપ અને નૃત્ય મંડપ પણ હશે.
- રામ મંદિર કેમ્પસમાં અન્ય ચાર મંદિર બનાવાશા. જેમાં ભરત, લક્ષ્મણ, માતા સીતા તથા ગણપતિ ભગવાનનું મંદિર રહેશે. આ ચાર મંદિર ચાર અલગ અલગ દિશામાં બનાવાશે.
- રામમંદિરનો એન્ટ્રી ગેટ આકર્ષક હશે. દરેક દિશામાં પ્રવેશવાનો ગેટ હશે, જેમાંથી ભક્તો અંદર આવી શકશે.
- મંદિરના પ્રાંગણમાં ભગવાન રામના વિજયનું પ્રતિક પણ હશે. જે 211 જેટલા કોતરણીવાળો વિજય સ્તંભ હશે.
- ભક્તોને રહેવા માટે ધર્મશાળા પણ અહીં બનાવાશે. જેમાં ભોજનની વ્યવસ્થા પણ કરાયેલી હશે.
- મંદિરનું ખાસ રિસર્ચ સેન્ટર બનાવાશે. જેમાં રામાયણ અને મહાભારત જેવા મહાકાવ્યો પર રિસર્ચ કરી શકાશે. તેમજ પ્રભુ રામને લગતા પુસ્તકો પણ અહીં મળી રહેશે. મંદિરમાં લાઈબ્રેરી પણ ઉપલબ્ધ હશે.
શિલ્પ સ્થાપત્યના શિલ્પીઓ છે સોમપુરા
હિન્દુ સંસ્કૃતિના ઈતિહાસમાં સૌથી વધુ મંદિરો અને શિલ્પ સ્થાપત્યની કળા સોમપુરા નામના શિલ્પીઓ પાસે રહેલી છે. પરંતુ હવે આંગળીના વેઢે ગણી શકાય તેટલા કુટુંબો પાસે જ આ કળા રહી છે, જે આજે પણ દેશ-વિદેશમાં મંદિરો શિવાલય અને જૈન દેરાસરોની શિલ્પી કારીગરીથી ભવ્ય વારસાનો નજારો છોડી જાય છે. પ્રાચીન અર્વાચીન મંદિરો જેવા કે રાણકપુર, પાલીતાણા, દેલવાડાના દેરાની કલાત્મક કોતરણી વિશ્વભરમાં નામના ધરાવે છે. એ જ શિલ્પીઓ દ્વારા અનેક ધાર્મિક સંસ્કૃતિ મુજબ ગુજરાતમાં સંખ્યાબંધ મંદિરો બનાવવામાં આવ્યા છે. હવે વિદેશમાં પણ સંસ્કૃતિ મુજબના શિખરબંધ જૈન મંદિર અમેરિકાના વોશિંગ્ટનમાં જોવા મળે છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે