જેલમાંથી ચિપ્સ પેકેટમાં થતી હતી સ્પર્મની તસ્કરી, 101 થી વધુ બાળકોએ લીધો જન્મ
આતંકવાદીને 15 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે ઘણી વખત ચિપ્સના પેકેટમાં તેના વીર્યની તસ્કરી કરી હતી. હવે આતંકવાદીએ છૂટ્યા બાદ પોતાના દાવાથી બધાને ચોંકાવી દીધા છે.
નવી દિલ્હી: જેલમાં શસ્ત્રો કે ગેરકાયદેસર સામાનની દાણચોરીની ઘણી ઘટનાઓ વિશે દરરોજ સમાચારો આવે છે. પરંતુ દાણચોરીને લઇને એક ફિલિસ્તીની આતંકવાદીના દાવાએ બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. આતંકવાદીનો દાવો છે કે તેણે જેલમાં રહેવા દરમિયાન ઘણીવાર સ્પર્મનું સ્મગલ કર્યું હતું, જેના કારણે તેને ચાર બાળકો પણ થયા છે.
ચિપ્સના પેકેટમાં વીર્યની તસ્કરી
'ડેઈલી સ્ટાર'ના અહેવાલ અનુસાર, આતંકવાદીને 15 વર્ષ સુધી જેલમાં રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન તેણે ઘણી વખત ચિપ્સના પેકેટમાં તેના વીર્યની તસ્કરી કરી હતી. હવે આતંકવાદીએ છૂટ્યા બાદ પોતાના દાવાથી બધાને ચોંકાવી દીધા છે. કારણ કે બોડીમાંથી નિકળ્યા બાદ સ્પર્મ લાંબા સમય સુધી ટકી શકતા નથી. તેમ છતાં તેનો દાવો છે કે તે વીર્યને બેગમાં રાખીને જેલની બહાર મોકલતો હતો.
આતંકવાદીનો દાવો છે કે જેલની અંદર કેન્ટીનના સામાન દ્વારા વીર્યની તસ્કરીનો આ ધંધો ચાલી રહ્યો હતો. ફિલિસ્તીની કેદી જેલની બહાર તેમના પરિવારો માટે પાંચ જેટલી વસ્તુઓ જેલની બહાર મોકલી શકે છે અને એવામાં ઘણીવાર પરિવારમાં પોતાના બાળકો માટે ખાવા-પીવાની વસ્તુઓ અને ગિફ્ટ વગેરે બહાર મોકલે છે.
કેદીઓના 101 બાળકોનો લીધો જન્મ
ફિલિસ્તીની આતંકવાદીએ દાવો કર્યો હતો કે સ્પર્મને એકત્ર કર્યા બાદ તેને પાઉચમાં એકઠા કરવામાં આવતા હતા અને તેને ખોલી ન શકાય તે રીતે પેક કરવામાં આવતા હતા. તેના માટે તેમના પર કેટલાક ખાસ નિશાન પણ બનાવવામાં આવ્યા હતા, જેની જાણકારી પરિવારને પહેલી મુલાકાત દરમિયાન આપવામાં આવી હતી. ફિલિસ્તીની મીડિયા અનુસાર, આ ટ્રીકથી લગભગ 101 બાળકોનો જન્મ થયો છે.
આવો વિચિત્ર દાવો કરનાર આતંકવાદી અલઅકસ બ્રિગેડનો ભાગ હતો. તે માર્ચ 2021માં મુક્ત થયો હતો અને તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ દાવો કર્યો છે. તેનો હેતુ આતંકવાદીઓને શહીદના રૂપમાં દર્શાવવાનો છે. તેણે જણાવ્યું કે સ્પર્મ સ્ટોર કરવા માટે પોટેટો ચિપ્સના પેકેટનો ઉપયોગ કરવામાં આવતો હતો. સાથે જ આ કામ એટલી કાળજીપૂર્વક કરવામાં આવતું હતું કે જેલ અધિકારીઓ અથવા ગાર્ડને તેનો ખ્યાલ પણ ન આવી શકે.
મુલાકાત દરમિયાન આ પેકેટો કેદી સાથે રહેતા હતા અને તેમની પત્ની અથવા પરિવારના સભ્યો સિવાય તેને કોઈ સ્પર્શ પણ કરતું ન હતું. ત્યારબાદ આ પેકેટ તેમને સોંપવામાં આવતા હતા. આતંકવાદીએ જણાવ્યું કે દરેક વ્યક્તિ પેકેટ પર તેનું નામ અથવા નિશાન લગાવતો હતો. ત્યારબાદ પરિવારનો સભ્ય આ પેકેટને IVF ક્લિનિક લઈ જઇને તેને શરીરમાં ઇંસર્ટ કરાવતો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube