નવી દિલ્હી: તાલિબાન એક બાજુ દુનિયા સામે શાંતિથી અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવા અને તેના સંચાલનનો દાવો કરી રહ્યું છે. ત્યાં બીજી બાજુ સતત તાલિબાનીઓ દ્વારા પંજશીર વિસ્તારમાં ઘૂસણખોરીની કોશિશ થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વિટર પર નોર્ધર્ન અલાયન્સ (Northern Alliance) તરફથી દાવો કરાયો છે કે ગત રાતે ખાવકમાં હુમલા માટે આવેલા 350 જેટલા તાલિબાનીઓનો ખાતમો કરવામાં આવ્યો છે. જ્યારે 40થી વધુ તાલિબાનીઓને કબજામાં લીધા છે. NRF ને આ દરમિયાન અનેક અમેરિકી વાહનો અને હથિયારો મળ્યા છે. 


Kashmir મુદ્દે તાલિબાને આપ્યું એવું નિવેદન...પાકિસ્તાનની તમામ આશાઓ પર પાણી ફરી વળશે


Afghanistan છોડ્યું તે પહેલા અમેરિકાએ તાલિબાનને મસમોટો ઝટકો આપી દીધો, જાણો શું છે મામલો


અહેમદ મસૂદના પ્રવક્તા ફહીમ દશ્તી દ્વારા પણ તાલિબાન સાથે થયેલી લડાઈની પુષ્ટિ કરાઈ હતી. ફહીમના જણાવ્યાં મુજબ સોમવાર રાતે પંજશીરમાં તાલિબાને હુમલો કર્યો અને ઘૂસણખોરીની કોશિશ થઈ હતી. પરંતુ તેને સફળતા ન મળી. તાલિબાન અગાઉ પંજશીર વિસ્તારમાં ઈન્ટરનેટ બંધ કર્યું હતું. જો કે ત્યારબાદ તેને શરૂ કરવામાં આવ્યું હતું. 


નોંધનીય છે કે 30 ઓગસ્ટના રોજ અમેરિકી સેનાએ કાબુલ એરપોર્ટ છોડી દીધુ. હવે અફઘાનિસ્તાન પર સંપૂર્ણ રીતે તાલિબાનનો કબજો છે. તાલિબાન દ્વારા જલદી અફઘાનિસ્તાનમાં નવી સરકાર બનાવવામાં આવશે. તાલબાનના મોટા નેતા કંધારમાં હાજર છે. જે જલદી કાબુલ પહોંચી શકે છે. ત્યારબાદ સરકાર બનવાની પ્રક્રિયા શરૂ  થશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube