Afghanistan છોડ્યું તે પહેલા અમેરિકાએ તાલિબાનને મસમોટો ઝટકો આપી દીધો, જાણો શું છે મામલો
અમેરિકી સેનાએ સોમવારે મધરાતે અફઘાનિસ્તાન છોડી દીધુ અને તેમના જતા જ તાલિબાને કાબુલ એરપોર્ટ પર કબજો જમાવી દીધો. પણ જતા પહેલા અમેરિકા એક એવું કામ કરીને ગયું કે તાલિબાનને મોટો ફટકો પડી ગયો.
Trending Photos
કાબુલ: અમેરિકી સેનાએ સોમવારે મધરાતે અફઘાનિસ્તાન છોડી દીધુ અને તેમના જતા જ તાલિબાને કાબુલ એરપોર્ટ પર કબજો જમાવી દીધો. પરંતુ અહીં રાખેલા વિમાનો તાલિબાન ક્યારેય ઉપયોગ કરી શકશે નહીં. કારણ કે અમેરિકી સેના આ વિમાનોને નિષ્ક્રિય કરીને ગઈ છે. એટલે કે આટલા મોંઘેરા અને અત્યાધુનિક વિમાનો હવે ભંગારમાં ફેરવાઈ ગયા છે.
તાલિબાન માટે ભંગાર સમાન છે આ વિમાનો
કાબુલ એરપોર્ટ પર જેટલા પણ એરક્રાફ્ટ છે જેને અમેરિકા કાબુલમાં જ છોડીને જતું રહ્યું તે હવે ભંગાર બનીને રહી ગયા છે. અમેરિકાનો દાવો છે કે આ બધા વિમાનો બેકાર છે. તેણે દાવો કર્યો છે કે જેટલા પણ અમેરિકી વિમાનો તાલિબાનના કબજામાં છે તેમાંથી એક પણ તાલિબાનને કામ લાગશે નહીં. તાલિબાન આ વિમાન ઉડાવી શકશે નહીં કારણ કે કાબુલ છોડતા પહેલા અમેરિકી સૈનિકોએ આ તમામ એરક્રાફ્ટ ડેમેજ કરી નાખ્યા હતા.
Zee News એ દાવાની કરી તપાસ
Zee News ના રિપોર્ટર અનસ મલિકે કાબુલ એરપોર્ટ પર ઊભેલા અમેરિકી વિમાનોની તપાસ કરી અને તેમના રિપોર્ટમાં તમને કેટલાક એવા પુરાવા મળશે જે અમેરિકાના દાવા પર મહોર લગાવશે. કાબુલ એરપોર્ટ પર અમેરિકાના શિનુક અને MD જેવા ફાઈટર હેલિકોપ્ટર્સ ઊભા છે. પરંતુ આ હેલિકોપ્ટર્સ ઉડવાની હાલતમાં નથી. કારણ કે તેને ડેમેજ કરવામાં આવ્યા છે. આ સાથે જ દુનિયા હવે રાહતના શ્વાસ લેશે.
અમેરિકી સેનાએ ડિસેબલ કર્યા વિમાન અને વ્હીકલ
સેન્ટ્રલ કમાન્ડના હેડ જનરલ કેનેથ મેકેન્ઝીએ કહ્યું કે 73 એરક્રાફ્ટ જે હામિદ કરઝઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઊભા છે તેને ડિસેબલ કરી દેવાયા છે. મેકેન્ઝીએ કહ્યું કે આ વિમાન હવે ક્યારેય ઉડી શકશે નહીં. તેને ક્યારેય કોઈ ઓપરેટ કરી શકશે નહીં. જો કે તેમાંથી મોટાભાગના વિમાન મિશનને ધ્યાનમાં રાખીને નહતા બનાવાયા, પરંતુ આમ છતાં તે ક્યારેય ઉડી શકશે નહીં.
મેકેન્ઝીએ કહ્યું કે અમેરિકી સેના લગભગ 70 માઈન રેઝિસ્ટેન્ટ એમ્બુશ પ્રોટેક્શન (MRAP) વ્હીકલ એરપોર્ટ પર છોડીને આવી છે. આ વ્હીકલ IED એટેક અને દુશ્મનોના હુમલાને ઝેલી શકે છે. એક વ્હીકલની કિંમત 10 લાખ ડોલર છે. સેનાએ તેને પણ ડિસેબલ કરી નાખ્યા છે.
અમેરિકી સેના આ વિમાન અને વ્હીકલ છોડીને ગઈ
33- MI17 વિમાન
33- UH60 બ્લેકહોક હેલિકોપ્ટર
43- એમડી 530 હેલિકોપ્ટર
73- એરક્રાફ્ટ
70- બખ્તરબંધ ગાડીઓ
27- HUMVEES
તાલિબાનીઓને મળી અમેરિકી સેનાની વર્દી!
અમેરિકી સૈનિકોએ કાબુલ એરપોર્ટ તો છોડ્યું પરંતુ સાથે સાથે તાલિબાનીઓ માટે પોતાની વરદી પણ જાણે કે છોડીને ગયા. આ વર્દી પહેરીને અમેરિકી સેના અપઘાનિસ્તાનમાં લોકતંત્રના રક્ષણનું વચન આપતી હતી. તે જ વર્દી પહેરીને હવે તાલિબાન લોકતંત્રને શરિયાથી મીટાવવાની જાહેરાત કરી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે