નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ સૈન્ય શાસક જનરલ પરવેઝ મુશર્રફ એક એવી દુર્લભ બિમારીનો ભોગ બન્યા છે, જેના કારણે તેમનું હરવું-ફરવું અને ઊભા રહવું પણ મુશ્કેલ બની ગયું છે. અત્યારે તેઓ લંડનમાં આ બિમારીનો ઈલાજ કરાવી રહ્યા છે. ગયા શનિવારે તેમની તબિયત એકદમ લથડી ગઈ હતી, જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓલ પાકિસ્તાન મુસ્લિમ લીગના ઓવરસીઝ અધ્યક્ષ અફઝલ સિદ્દીકીના જણાવ્યા અનુસાર, મુશર્રફને 'એમાઈલોઈડોસિસ'ના કારણે શરીરમાં રીએક્શન ફેલાયું છે, જે અત્યંત દુર્લભ બિમારી છે. આ કારણે તેમની તબિતય અત્યંત નાજૂક અવસ્થામાં પહોંચી ગઈ છે. ડોક્ટરો દ્વારા તેમને સંપૂર્ણ આરામની સલાહ આપવામાં આવી છે. 


સિદ્દીકીએ જણાવ્યું કે, ગયા વર્ષે ઓક્ટોબરથી મુશર્રફ આ દુર્લભ બિમારીથી પીડિત છે. બિમારીના કારણે તેમનું તંત્રિકા તંત્ર નબળું પડી ગયું છે. 'એમાઈલોઈડોસિસ'ના કારણે તુટી ગયેલા પ્રોટીન વિવિધ અંગોમાં એક્ઠા થવા લાગે :છે, જેના કારણે પરવેઝ મુશર્રફને ઊભા રહેવા અને હરવા-ફરવામાં મુશ્કેલી પડી રહી છે. 


પાકિસ્તાન બનાવશે F16નું નવું સ્ક્વાડ્રન, ભારત-પાક બોર્ડર પર વધારશે સુરક્ષા


વિશ્વના સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો....