વોશિંગ્ટન: પેન્ટાગને એન્ટી સેટેલાઈટ મિસાઈલ પરીક્ષણ ક્ષમતાઓ હાંસલ કરવા બદલ ભારતનો બચાવ કર્યો છે. પેન્ટાગને કહ્યું કે ભારત અંતરીક્ષમાં જોવા મળી રહેલા 'જોખમો' અને પડકારોથી ચિંતિત છે. આથી તેણે એ-સેટનું પરીક્ષણ કર્યું. ખાસ વાત એ છે કે અમેરિકાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાએ ભારતના આ પગલાંની ટીકા કરી હતી. તેણે ભારતના આ પરીક્ષણ અંગે કહ્યું હતું કે તેનાથી આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્પેસ સ્ટેશનને જોખમ છે.  નોંધનીય છે કે ભારતે 27 માર્ચના રોજ જમીનથી અંતરીક્ષમાં લક્ષ્ય સાધનારી મિસાઈલથી પોતાના એક લાઈવ સેટેલાઈટને તોડી પાડવાની સાથે જ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન: વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું ક્વેટાનું શાક માર્કેટ, 16 લોકોના મોત અનેક ઘાયલ 


ભારત આ ઉપલબ્ધિ હાંસલ કરનારો ચોથો દેશ
આ પરીક્ષણ સાથે જ અમેરિકા, રશિયા, ચીન બાદ ભારત એસેટ ક્ષમતાઓવાળો ચોથો દેશ બની ગયો છે. અમેરિકી કૂટનીતિક કમાનના કમાન્ડર જનરલ જ્હોન ઈ હીતેને ગુરુવારે સેનેટની શક્તિશાળી સશસ્ત્ર સમિતિને કહ્યું કે મને લાગે છે કે ભારતે દેશની સમક્ષ આવી રહેલા પડકારો તથા જોખમોને જોતા આ પગલું ભર્યું છે. તેમણે અંતરીક્ષમાં ફેલાયેલા કાટમાળના સવાલ પર કહ્યું કે ભારત પાસે પણ પોતાના બચાવની ક્ષમતા હોવી જોઈએ. તે તેનો હક છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...