પાકિસ્તાન: વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું ક્વેટાનું શાક માર્કેટ, 16 લોકોના મોત અનેક ઘાયલ
પાકિસ્તાનના ક્વેટાના હજારીગંજ વિસ્તારમાં આવેલા એક શાક માર્કેટમાં આજે સવારે ભીષણ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 16 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે 7થી વધુ લોકો ઘાયલ થયા છે.
Trending Photos
નવી દિલ્હી: પાકિસ્તાનના ક્વેટાના હજારીગંજ વિસ્તારમાં આવેલા એક શાક માર્કેટમાં આજે સવારે ભીષણ વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 16 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાની મીડિયા Dawnના જણાવ્યાં મુજબ ડીઆઈજી અબ્દુલ રજ્જાક ચીમાએ મૃતકોની સંખ્યાની પુષ્ટિ કરી છે અને જણાવ્યું કે આ વિસ્ફોટ હજારા સમુદાયના લોકોને નિશાન બનાવવા માટે કરાયો હતો.
#UPDATE Pakistan Media: Death toll rises to 16 in blast at Quetta's Hazarganji Sabzi Mandi. #Pakistan https://t.co/WkD38cmcBm
— ANI (@ANI) April 12, 2019
સમગ્ર વિસ્તારને કરાયો સીઝ
વિસ્ફોટની જાણકારી મળતા જ ઘટનાસ્થળે પહોંચેલા બચાવ દળ, પોલીસ અને ફ્રન્ટિયર કોરના સભ્યોએ રાહત કામ શરૂ કરી દીધુ છે. સુરક્ષા કારણોસર પ્રશાસનિક અધિકારીઓએ સમગ્ર વિસ્તારને બંધ કરી દીધો છે. આ સાથે જ ઘટનાસ્થળે કોઈની પણ અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે.
જુઓ LIVE TV
માર્યા ગયેલા લોકોમાં કેટલાક હજારા સમુદાયના
ડીઆઈજી ચીમાએ કહ્યું કે માર્યા ગયેલા લોકોમાં સાતથી વધુ લોકો હજારા સમુદાયના હતાં જ્યારે ફ્રન્ટિયર કોરનો એક સૈનિક પણ હુમલામાં શહીદ થયો છે. પોલીસને આશંકા છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે બોલન મેડિકલ કોમ્પ્લેક્સમાં ખસેડાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે