ભારત-અમેરિકાના સંબંધોને આગળ વધારશે આગામી અઠવાડિયે થનારી `ટૂ પ્લસ ટૂ` વાર્તા: પેંટાગન
અમેરિકાના વિદેશ મંત્રી માઇફ પોંપિયા અને રક્ષા મંત્રી જિમ મેટિસ `ટૂ પ્લસ ટૂ` વાર્તા માટે આગામી અઠવાડિયે ભારત આવી રહ્યા છે.
વોશિંગ્ટન: પેંટાગનના એક વરિષ્ઠ અધિકારીએ ગુરૂવારે કહ્યું કે નવી દિલ્હીમાં આગામી અઠવાડિયે યોજાનારી 'ટૂ પ્લસ ટૂ' વાર્તા ભારત અને અમેરિકાના સંબંધોને મહત્વપૂર્ણ રીતે આગળ વધારવાની તક છે. એશિયા અને સુરક્ષા મામલાના પ્રભારી સહાયક રક્ષા મંત્રી રેંડલ જી સ્રાઇવરે એક કાર્યક્રમમાં કહ્યું કે અમારી પાસે સંબંધોને મહત્વપૂર્ણ રીતે આગળ વધારવાની તક છે. અમે સ્થાનિક મુદાઓ અને રણનીતિક મુદ્દાઓ વિશે વાત કરીશું. તેમણે કહ્યું કે તેનાથી વાસ્તવિકત નક્કર પરિણામ સામે આવશે.
આગામી અઠવાડિયે અમેરિકાના વિદેશ મંત્રી અને રક્ષા મંત્રી આવશે ભારત
અમેરિકાના વિદેશ મંત્રી માઇફ પોંપિયા અને રક્ષા મંત્રી જિમ મેટિસ 'ટૂ પ્લસ ટૂ' વાર્તા માટે આગામી અઠવાડિયે ભારત આવી રહ્યા છે. ભારતમાં તેમની સમકક્ષ ક્રમશ: સુષમા સ્વરાજ અને નિર્મલા સીતારમણ તેમની મેજબાની કરશે. તેમણે કહ્યું કે આ રણનીતિક ઉચ્ચસ્તરીય વાર્તા અને નક્કર પરિણામોનું એક સારું મિશ્રણ છે, જે 6-7 સપ્ટેમ્બરના રોજ દિલ્હીમાં બેઠકથી આગળના સંબંધોને વધારવમાં મદદરૂપ થશે. તેમણે કહ્યું કે એટલા માટે રણનીતિક મુદ્દાઓ, ક્ષેત્રીય અને સુરક્ષાના મુદ્દાઓ પર વાતચીત નિશ્વિત રીતે ચીનના સંબંધમાં અમારા સામૂહિક હિત અને સમજ છે.
સામૂહિક હિતો તથા રાજકીય સમાધાન વિશે થશે વાતચીત
વરિષ્ઠ પેંટાગન અધિકારીએ તેને ઐતિહાસિક બેઠક ગણાવતાં કહ્યું કે નેતાગણ અફઘાનિસ્તાન અથવા સામૂહિક હિતો તથા રાજકીય સમાધાન વિશે વાતચીત કરશે. તેમણે કહ્યુંક એ રક્ષા ક્ષેત્રમાં, બંને દેશ ઘણા કરારની દિશામાં કામ કરી રહ્યા છે. સ્રાઇવરે કહ્યું કે આ નક્કર પરિણામોથી ભારત અને અમેરિકા માટે સારા ભવિષ્યનો રસ્તો સાફ થઇ શકશે. તેમને કહ્યું કે અમે અમારા અભ્યાસોના ઘેરાવાને વધારવા જઇ રહ્યા છીએ. આ સઆથે જ આ અભ્યાસોમાં ભાગ લેવાવાળા તત્વોને વધારવા માટે ભાર મુકીશું.