નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલ એક ચોંકાવનારો દાવો થઈ રહ્યો છે. કોરોના વાઈરસ પછી ચીન વૈશ્વિક સ્તરે ખેતીના માધ્યમ વડે વાયરસ ફેલાવી રહ્યો હોવાનો અમેરિકાએ દાવો કર્યો છે. વિશ્વના અનેક દેશોમાં ચીન તેના બિયારણના કોઈ પણ પ્રકારના ઓર્ડર વગર પાર્સલ કરી રહ્યું છે જેને લીધે લોકોમાં ખળભળાટ મચી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ચીન આખી દુનિયામાં એવા કોઈ જૈવિક ઝેરી બિયારણ મોકલી રહ્યું છે કે જ્યારે તે ઉગે ત્યારે તેમાંથી ઝેરી વાયુ પેદા થશે? શું ચીન એવા કોઈ ઝેરી બિયારણને આખી દુનિયામાં વગર ઓર્ડરે લોકોના નામે પાર્સલ કરી રહ્યું છે જે બિયારણ વાવવાથી જે ઝાડ ઉગશે તેમાંથી ઑક્સિજનને બદલે ઝેરી વાયુ નીકળશે ? અને તેમાંથી ઝેરી વાયરસ જન્મ લેશે? આ તમામ સવાલો સોશિયલ મીડિયામાં કોરોના વાયરસથી પણ વધારે ગતિએ ફેલાઈ રહ્યા છે.


ચીન તરફથી અમેરિકા,કેનેડા,જાપાન,બ્રિટેન,ન્યુઝીલેન્ડ તથા યુરોપિયન દેશોમાં આ પાર્સલ પહોંચી રહ્યા છે..જેનાથી લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે.પાર્સલમાં આવેલા આ બિયારણ પર્યાવરણને ભારે નુકશાન પહોંચી શકે છે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube