નવી દિલ્હી: આજના વ્યસ્ત જીવન અને કામકાજને કારણે લોકો ઘણીવાર પૂરતી ઊંઘ લઈ શકતા નથી. તે જ સમયે, કેટલાક લોકો એવા હોય છે કે જેઓ તેમના ઘરના ઘોંઘાટવાળા વાતાવરણ અથવા અન્ય કોઈ કારણથી ઊંઘતા નથી. આવા લોકો લાંબી મુસાફરી દરમિયાન કાર, ટ્રેન, બસ અથવા ફ્લાઈટમાં સરળતાથી તેમની ઊંઘ પૂરી કરી લે છે. મુસાફરી કરતી વખતે ઊંઘી જવું ખૂબ જ સામાન્ય છે. ખાસ કરીને બસમાં મુસાફરી કરતી વખતે, પવનનાં હળવા ઝાપટા જાતે જ ઊંઘનો માહોલ બનાવી દે છે. એક ટ્રાવેલ કંપનીએ એવા લોકો માટે બસ સેવા શરૂ કરી છે જે ફરિયાદ કરે છે કે તેઓ ઘરે સૂઈ શકતા નથી. આ બસમાં તેમને પોતાની ઊંઘ પૂરી કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. આવો જાણીએ આ અનોખી સેવા વિશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોંગકોંગ સ્થિત બસ ટૂર કંપની ઉલ્લૂ ટ્રાવેલે આ અનોખી શરૂઆત કરી છે. જેમાં મુસાફરી દરમિયાન સૂવાની સુવિધા આપવામાં આવી રહી છે. 5 કલાકની આ બસની મુસાફરી માટે મુસાફરોએ ટિકિટ લેવી પડશે, પરંતુ તેઓ તેનો ઉપયોગ કોઈ ચોક્કસ સ્થળે જવા માટે નહીં પરંતુ બસમાં સૂવા માટે કરી શકશે. કંપનીની આ ડબલ ડેકર બસ 5 કલાકમાં શહેરના 47 કિમીનું અંતર કાપે છે. આ પછી, તે મુસાફરોને તે સ્થાન પર પાછા લાવે છે જ્યાંથી મુસાફરી શરૂ થઈ હતી.


રોચક કહાની MOSSADના એ જાસૂસની, જે દૂશ્મન દેશનો રાષ્ટ્રપતિ બનવાથી બસ બે કદમ હતો દૂર


ભાડું કેટલું છે અને શું સુવિધાઓ છે
આ બસનું ભાડું તમે કઈ સેવા પસંદ કરો છો તેના પર નિર્ભર છે. ડેક અને સીટોની પસંદગીના આધારે ટિકિટની કિંમત નક્કી કરવામાં આવે છે. પ્રવાસ માટેની ટિકિટની કિંમત રૂ. 1,000 થી રૂ. 3,800 સુધીની છે. આ અનોખી બસમાં મુસાફરોને આઈ માસ્ક અને ઈયર પ્લગ પણ આપવામાં આવે છે જેથી તેઓ સારી રીતે સૂઈ શકે.


India's First AC Train: જાણો કેવી રીતે ભારતમાં શરૂ થઈ એસી ટ્રેન, આ રીતે કરવામાં આવતો હતો ઠંડો કોચ


લોકો સ્લીપિંગ બસ ટૂર પસંદ કરી રહ્યા છે
સ્લીપિંગ બસ ટૂર થોડા દિવસો પહેલા શરૂ થઈ છે અને લોકો તેને એટલી પસંદ કરી રહ્યા છે કે આ પહેલા ટુરની બધી જ ટિકિટો થોડા સમયમાં વેચાઈ ગઈ હતી. મુસાફરી શરૂ કરતા પહેલા, બસ એક હોટલમાં ઉભી રહે છે, જ્યાં બધા મુસાફરોને ભરપેટ ભોજન મળે. ત્યારબાદ બસ ધીમી ગતિએ આગળ વધે છે. પાંચ કલાકની મુસાફરી કર્યા પછી, જ્યાંથી મુસાફરી શરૂ થઈ હતી તે જ જગ્યાએ બસ ઉભી રહે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube